જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની મબલખ આવક થઈ છે. તમિલનાડુના વેપારીઓ પર મગફળની ખરીદી કરવા માટે જામનગર માર્કેટ યાર્ડ ખાતે આવી પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં ઘણાં સમયથી જામનગરના યાર્ડમાં મગફળીની ખરીદી માટે મોટી સંખ્યામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ તમિલનાડુના વેપારીઓ દ્વારા મગફળીની ખરીદીનો પ્રારંભ થયો છે.