જામનગરના બેડી બંદર રોડ પર યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજયાનું જાહેર કર્યું છે.
આ બનાવ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં ઢિંચડા રોડ પર આવેલી તિરૂપતી સોસાયટી ની પાછળ આવેલી પુષ્કળ સોસાયટીમાં રહેતાં અને ખાનગી પેઢીમાં નોકરી કરતાં રામાભાઇ વિરમભાઇ કારિયા (ઉ.વ.30) નામના યુવાને શુક્રવારે બપોરે બેડી રોડ પર આવેલી એસ્સાર સ્કૂલની પાછળ આવેલાં કાચા માર્ગ પર ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જયાં તેનું મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. જેના આધારે હેકો.એમ.પી.ગોરાણીયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળિ આગની તપાસ હાથધરી હતી.
જામનગરમાં બેડી બંદર રોડ પર યુવાને દવા ગટગટાવી
સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા મૃત્યુ: પોલીસ દ્વારા આપઘાતનો કારણ શોધવા તપાસ