Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતતલાટી પરિક્ષાના કન્ફર્મેશનનો કાલે છેલ્લો દિવસ

તલાટી પરિક્ષાના કન્ફર્મેશનનો કાલે છેલ્લો દિવસ

- Advertisement -

રાજ્યમાં આવતા મહિને તલાટીની પરિક્ષા યોજાશે. આ પરિક્ષા માટે 9 લાખથી પણ વધુ ફોર્મ ભરાયા છે તે પહેલા ક્ધફર્મેશનનો 20 એપ્રિલ છેલ્લો દિવસ છે. જેના માટે 20 એપ્રિલે સવારે 11 વાગ્યા સુધી ક્ધફર્મેશન આપી શકાશે. આ અંગે ઉમેદવારોને સમયસર ક્ધફર્મેશન આપવા માટે પંચાયત પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે અપીલ કરી છે.

- Advertisement -

ગુજરાત પંચાયત પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. મીડિયા સાથે વાત કરાવતા જણાવ્ય હતુ કે તલાટીની પરીક્ષા 7 મેના રોજ યોજાશે. જે પહેલાં અત્યાર સુધી અંદાજે 6 લાખથી વધુ કન્ફર્મેશન આપવામાં આવ્યા છે. તેમજ હજી પણ જેને પ્રક્રિયા પૂર્ણ નથી કરી તેવા ઉમેદવારો છેલ્લી ઘડીની રાહ ન જુએ અને સમયસર કન્ફર્મેશન કરાવી લેવું જોઇએ.કોલ લેટર પરીક્ષાના 8 – 10 દિવસ પહેલા આપવાના શરૂ કરાશે. અને જેને સંમતિપત્રક ભર્યા છે તેમના જ કોલલેટર ડાઉનલોડ થશે. જે ઉમેદવારોએ સંમતિપત્રક ભર્યા નથી તેમના નામ આગળના ટેડામાંથી બહાર નિકળી જશે.અને ઉમેદવારોને રશીદ લાવવાની નથી.

વધુમાં જણાવ્યુ હતુ કે આ કોઇ યુનિવર્સિટીની પરિક્ષા નથી એટલે કે દરેક ઉમેદવારને સરખો સમય મળશે. તેમજ સમયને કારણે પ્રશ્નો છૂટી ન જાય તે જરૂરી છે. પરીક્ષા યોગ્ય રીતે યોજવા માટે અમે તમામ તૈયારીઓ કરી લીધી છે.આ વખતે ઉમેદવારોને બહુ દૂર પરીક્ષા કેન્દ્ર નહીં આપવામાં આવે. 50 – 60 કિ.મીની અંદર ઉમેદવારોને કેન્દ્ર ફાળવાય તેની કાળજી રાખવામાં આવશે.

- Advertisement -

ડમી કાંડ મામલે હસમુખ પટેલે જણાવ્યુ કે આવી કોઇ ઘટના પકડાય તો એમ માનવુ જોઇએ કે તંત્રને જાણ થઇ એટલે તરત પગલા લીધા છે.આપણે એ પણ સમજવુ જોઇએ કે તંત્ર કોઇ હવામાંથી માહિતી નથી આવતી.માહીતિ કોઇને કોઇ લોકો આપે છે. મિડીયાના માધ્યમથી હુ કહેવા માંગુ છુ કે કોઇ પણ પરિક્ષામાં આવા ડમી ઉમેદવારની માહિતી આવે તો અમને જાણ કરો. અમે તરત પગલાં લેશુ. ભૂતકાળમાં પણ માહિતી મળી તે અંગે પગલા લીધા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular