આજે સ્વામી વિવેકાનંદની પુણ્યતિથિ છે. વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863માં કલકત્તામાં થયો હતો અને તેમનું નિધન 4 જુલાઈ 1902માં થયું હતું. ફક્ત 39 વર્ષની ઉંમરમાં તેમનું નિધન થયું હતું. સ્વામી વિવેકાનંદે પોતાના જીવનકાળમાં દુનિયાને કલ્યાણ અને શાંતિનો માર્ગ દર્શાવ્યો હતો. તેમના વિચારો આજે પણ યુવાનો માટે પ્રેરણા છે.
નાનપણથી જ તીક્ષ્ણ બુદ્ધિ, નિડરતા અને શાનદાર તર્કશક્તિ ધરાવતા સ્વામી વિવેકાનંદે યુવાઓને ઘણા પ્રેરણા સૂત્રો આપ્યા છે. તેમાંથી એક છે. “ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તી સુધી મંડ્યા રહો”. તેઓ માનતા હતા કે જાતિ, ધર્મ અને ભેદભાવ હટાવીને માનવ માત્રની સેવા કરવી જ સૌથી મોટો ધર્મ છે.