Monday, January 6, 2025
Homeરાજ્યગુજરાતઓકિસજનની અછત ઢાંકવા, ઓછાં દર્દીઓ દેખાડવાનો પણ ખેલ!

ઓકિસજનની અછત ઢાંકવા, ઓછાં દર્દીઓ દેખાડવાનો પણ ખેલ!

- Advertisement -

વલસાડ જિલ્લામાં કોરોનાના કેસો અને મોતની સંખ્યા ઓછા દર્શાવાના ચક્કરમાં સ્થિતિ કાબુ બહાર જઇ રહી છે. સરકારી ચોપડે દર્દીઓ ઓછા બતાવવાના ખેલમાં ઓક્સિજનનો જથ્થો તબક્કાવાર ઓછો કરી દેવાતા ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો ખુટી પડ્યો છે. તંત્રની ભુલના કારણે ખાનગી હોસ્પિટલમાં હવે સંબંધીઓએ ઓક્સિજનના સિલિન્ડરો લઇને આવે તો દર્દીની સારવાર કરી રહ્યા છે. વાપી સહિત વલસાડ જિલ્લાની ખાનગી હોસ્પિટલોમાં 6 દિવસથી ઓક્સિજનનો જથ્થો ખુટી રહ્યો છે.

- Advertisement -

હોસ્પિટલમાં દાખલ દર્દીઓના જીવ અધ્ધર થઇ રહ્યાં છે, આ અંગે તપાસ કરાતા તંત્રએ કોરોના દર્દીનો આંકડો ઓછો બતાવવાની લ્હાયમાં ઓક્સિજનનો જથ્થો ઓછો મળી રહ્યો હોવાનું બહાર આવ્યું છે. જિલ્લામાં હાલ 1217 દર્દીઓ ઓક્સિજન પર છે. જેની સામે તંત્ર પાસે દર્દીની સંખ્યા 994 છે. દર્દીની સંખ્યા વધુ હોવાથી કુલ 27ની જગ્યાએ હવે 74 હોસ્પિટલમાં સારવાર અપાય છે. 47 હોસ્પિટલોને મંજુરી કરતા હોસ્પિટલ વધી છે. ઓક્સિજન બેડની ગણતરી ન થવાના કારણે પર્યાપ્ત માત્રામાં ઓક્સિજનનો જથ્થો મેળવી શકાયો ન હતો. તંત્રની નિષ્ક્રિયતાના પગલે ઓક્સિજન માટે લોકોએ વલખા મારવાની ફરજ પડી રહી છે.

બીજી લહેરમાં સૌથી વધારે કોરોનાના દર્દીના મોત થઇ રહ્યાં છે. રોજના સરકારી યાદીમાં વલસાડ જિલ્લાના છ તાલુકાની સ્થિતિનો ચિતાર આપવામાં આવે છે, પરંતુ ઓક્સિજનનો જથ્થો ખુટતાં તંત્રએ રજુ કરેલા દાવા સામે અનેક સવાલો ઊભા થયા છે. 27ની જગ્યાની 74 હોસ્પિટલોમાં કોવિડના દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે તથા ઓક્સિજનવાળા બેડની ગણતરીમાં ભુલના કારણે આ સ્થિતિ ઉદભવી એવું જણાવામાં આવે છે. એટલે કે ઓક્સિજનનો જથ્થો ખુટી ગયો ત્યારે ખબર પડી કે દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે.

- Advertisement -

વાપીની 6 ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનની અછત છે. કેટલીક હોસ્પિટલોમાં તો દર્દીની સંબંધીઓ ઓક્સિજનના સિલિન્ડરો લાવીને આપી રહ્યાં છે. જેના પરિણામે આ હોસ્પિટલોમાં વધુ ઓક્સિજનની જરૂરવાળા દર્દીઓને લેવાનું બંધ કરાયું છે.

વાપીની ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને ઓક્સિજનના અભાવે ના પડાય રહી છે. આવા ક્રિટિકલ દર્દીઓને તેમના સ્વજનો વાપી-સેલવાસ રોડ સ્થિત કામદાર હોસ્પિટલમાં લઇજઇ રહ્યાં છે. તાજેતરમાં અહી 50 બેડો ઓક્સિજનની સુવિધા સાથે ઉપલબ્ધ કરાયા છે. આ ઉપરાંત કેટલાક દર્દીઓને અન્ય કોઇ સુવિધા ન મળતાં ઇમરજન્સી 108ને કોલ કરી સિવિલમાં જઇ રહ્યાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular