જામનગર શહેરના બેડી વિસ્તારમાં રહેતા અને દરજી કામ કરતા યુવાને એકલવાયા જીવનથી કંટાળીને ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. જામનગર શહેરમાં રાજપાર્ક વિસ્તારમાં વિસ્તારમાં રહેતી યુવતી તેણીના ઘરે બાથરૂમમાં ચકકર આવતા બેશુદ્ધ થઈ જતા સારવાર દરમિયાન જી. જી. હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના બેડી વિસ્તારમાં દિવેલિયા ચાલીમાં રહેતાં કાસમભાઈ અબ્બાસભાઈ સુમારિયા (ઉ.વ.39) નામના દરજી કામ કરતા યુવાન એકલવાયુ જીવન જીવતો હતો તેથી જિંદગીથી કંટાળીને સોમવારે બપોરના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ગુરૂવારે રાત્રિના સમયે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ હાજી દ્વારા જાણ કરાતા પીએસઆઈ એ.વી. વણકર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરમાં રાજપાર્ક વિસ્તારમાં રહેતા કિર્તીબેન શશીકાંતભાઈ જેઠવા (ઉ.વ.35) નામની યુવતી ગુરૂવારે સવારના સમયે તેના ઘરે બાથરૂમમાં કામ કરતી હતી તે દરમિયાન એકાએક ચકકર આવતા પડી જવાથી સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેણીનું સારવાર કારગત નિવડે તે પહેલાં મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા શશીકાંત દ્વારા જાણ કરાતા હેકો જે.એચ.મકવાણા તથા સ્ટાફે હોસ્પિટલ જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.