જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા મહિલાના પતિનું નવ માસ પહેલાં અવસાન થવાથી એકલવાયા જીવનથી કંટાળીને સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના નવાગામ ઘેડમાં ખડખડનગર વિસ્તારમાં રહેતાં રેખાબેન મનિષભાઈ મકવાણા (ઉ.વ.50) નામના મહિલાના પતિ મનિષભાઈ મકવાણાનું નવેક માસ પહેલાં અવસાન થયું હતું. ત્યારબાદથી એકલવાયા જીવનથી કંટાળીને શુક્રવારે સવારના સમયે તેણીના ઘરે પતિના વિયોગનું મનમાં લાગી આવતા સિમેન્ટની આડીમાં સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની કેતનભાઈ મકવાણા દ્વારા જાણ કરવામાં આવતા 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી. જ્યાં મહિલાનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ કરાતા હેકો એસ.એ. મકવા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળીન કાર્યવાહી હાથ ધરી હતી.