સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરી દેવામાં આવ્યું છે. વિવિધ કોર્ષ અંતર્ગત સ્મેસ્ટર-1માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષા તા.10 માર્ચથી શરુ થશે. જે તા.19માર્ચએ પૂર્ણ થશે. જેને લઇને યુનીવર્સીટી દ્રારા જણાવવામાં આવ્યું છે કે આ દિવસો દરમિયાન સંસ્થા કે કોલેજમાં અન્ય પરીક્ષાઓનું આયોજન કરવું નહી અને કોલેજની પરીક્ષા માટે બેઠક વ્યવસ્થા ખાલી રાખવાની રહેશે. ઉપરાંત કોરોના ગાઈડલાઈનનું પણ સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે.
સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરી દેવામાં આવ્યું છે. શૈક્ષણિક વર્ગ 2020-21ની પ્રથમસત્રની પરીક્ષા તા.10 માર્ચથી યોજવામાં આવશે. જે 19 માર્ચે પૂર્ણ થશે. પરીક્ષાનો સમય 10:30 થી 1:00 અને 3:00 થી 5:30 રાખવામાં આવ્યો છે.
B.A.(Regular)ની પરીક્ષા તા.10 માર્ચથી 19માર્ચ સુધી ચાલશે. જેનો સમય 10:30થી 1 રહેશે
B.Com(Regular)ની પરીક્ષા તા.10 માર્ચથી 19 માર્ચ સુધી ચાલશે જેનો સમય 3:00 થી 5:00 રહેશે.
B.H.T.M ની પરીક્ષા તા.10 માર્ચથી 17 માર્ચ સુધી ચાલશે જેનો સમય 10:30થી 1 રહેશે
M.B.A.B&F ની પરીક્ષા તા.10 માર્ચથી 16 માર્ચ સુધી ચાલશે જેનો સમય 10:30થી 1 રહેશે
M.COM(REGULAR/EXTERNAL) ની પરીક્ષા તા.10 માર્ચથી 16માર્ચ સુધી ચાલશે જેનો સમય 10:30થી 1 રહેશે
B.A.BED ની પરીક્ષા તા.10 માર્ચથી 19 માર્ચ સુધી ચાલશે જેનો સમય 10:30થી 1 રહેશે
MA EDU (EXTERNAL) ની પરીક્ષા તા.10 માર્ચથી 13 માર્ચ સુધી ચાલશે જેનો સમય 3:00 થી 5:00 રહેશે.
B.A. L.L.B ની પરીક્ષા તા.10 માર્ચથી 16 માર્ચ સુધી ચાલશે જેનો સમય 10:30થી 1 રહેશે
M.PHIL.M.COM ની પરીક્ષા તા.10 માર્ચથી 13માર્ચ સુધી ચાલશે જેનો સમય 3:00 થી 5:00 રહેશે.