Monday, March 31, 2025
Homeરાજ્યસૌરાષ્ટ્ર - કચ્છરાજકોટ-પોરબંદર એક્સ.ના સમયમાં ફેરફાર

રાજકોટ-પોરબંદર એક્સ.ના સમયમાં ફેરફાર

રેલવે પ્રશાસન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજકોટ-પોરબંદર વચ્ચે દોડતી સ્પેશિયલ ટ્રેનની જગ્યાએ હવે આજથી રાજકોટ-પોરબંદર ડેઈલી એક્સપ્રેસ કાયમી બદલાયેલા સમય સાથે ચલાવવામાં આવશે.

- Advertisement -

ટ્રેન નંબર 19208 રાજકોટ-પોરબંદરએક્સપ્રેસ તા. 16મી ડિસેમ્બર, 2023થી દરરોજ 16.10 કલાકે રાજકોટ ઉપડશે અને 21.20 કલાકે પોરબંદર પહોંચશે. રિટર્ન માંટ્રેન નંબર 19207પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ આજથી દરરોજ સવારે 5.45 કલાકે પોરબંદરથી ઉપડશે અને સવારે 10.30 કલાકે રાજકોટ પહોંચશે. ઉપરોક્ત ટ્રેનો બંને દિશામાં રાણાવાવ, તરસાઈ, વાંસજાળીયા, કાટકોલા, બાલવા, જામ જોધપુર, પાનેલી મોતી, ભાયાવદર, ઉપલેટા, સુપેડી, ધોરાજી, જેતલસર, નવાગઢ, વીરપુર, ગોંડલ અને ભક્તિનગર સ્ટેશનો પર ઉભી રહેશે.

ઉલ્લેખનીય છે કે હાલમાં રાજકોટથી 15.15 કલાકે દોડનારી ટ્રેન નંબર 09595 રાજકોટ-પોરબંદર સ્પેશિયલ અને પોરબંદરથી 7.30 કલાકે દોડનારી ટ્રેન નંબર 09596પોરબંદર-રાજકોટ સ્પેશિયલ આજથી રદ કરવામાં આવી છે. રેલવેતંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે, ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular