દિવાળી નજીક આવતા જ વાતાવરણમાં ઠંડક પ્રસર્યાનો અનુભવ થવા લાગે છે. શિયાળાની ધીમા પગે શરુઆત થતાં દરવર્ષે જામનગરના આંગણે તિબેટીયન લોકો ગરમ કપડાંની માર્કેટ લાવે છે. ત્યારે આજે તિબેટ માર્કેટનું ઉદ્ઘાટન રાજવી પરિવારના વારસદર અજય જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું.
જામનગરમાં જામસાહેબ શત્રુશલ્યસિંહજી દ્વારા તિબેટીયન લોકોને વર્ષની સિઝન લેવા માટે જગ્યા ફાળવવામાં આવે છે. તિબેટથી લોકો અહીં આવી રહે છે અને શિયાળા દરમિયાન તિબેટીયન માર્કેટથી વખણાતા ગરમ કપડાંનો વ્યાપાર કરે છે. ત્યારે આજે જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ પોતાના વારસદાર જાહેર કરેલા એવા અજય જાડેજાના હસ્તે તિબેટીયન માર્કેટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.