Sunday, January 5, 2025
Homeરાજ્યહાલારભાણવડમાં શિયાળ દ્વારા ત્રણ વર્ષના બાળક ઉપર હુમલો

ભાણવડમાં શિયાળ દ્વારા ત્રણ વર્ષના બાળક ઉપર હુમલો

ઢેબર ગામમાં શિયાળ ઘસી આવ્યું : બાળકને લઇ જતા પરિવારજનોએ શિયારને ભગાડયું

- Advertisement -

ભાણવડના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારના મકાનમાં એક શિયાળ ઘૂસી આવ્યું હતું. હિંસક સ્વભાવના આ શિયાળએ ઢેબર ગામે રહેતા આખરે ત્રણેક વર્ષના એક બાળકને બચકા ભરી, ઘાયલ કર્યો હતો.

- Advertisement -

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ભાણવડ નજીક આવેલા ઢેબર ગામના વાડી વિસ્તારમાં રહેતા એક મુસ્લિમ પરિવારના આશરે ત્રણેક વર્ષના બાળક અસ્પાક હિંગોરા પર ગઈકાલે એક શિયાળએ હુમલો કર્યો હતો. કોઈ કારણસર વિફરેલા આ શિયાળે ઉપરોક્ત બાળકના પર હુમલો કર્યો હતો અને તેને ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બાળકના પરિવારનોએ શિયાળને ખદેડી દીધું હતું.

બાળક પર શિયાળના આ હુમલાથી તેને હાથ તથા પગમાં બટકાઓ ભરી અને બાળકને લોહી લુહાણ કરી દીધો હતો. આથી તેમના પરિવારજનોએ બાળકને તાકીદે ખંભાળિયાની સરકારી સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ અને બાળકને જરૂરી સારવાર અપાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular