તંત્ર દ્વારા ફાયર સેફટી મામલે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં સલાયા નગરપાલિકા દ્વારા સલાયાની ત્રણ શાળાઓને ફાયર સેફટીના સાધનો અને ફાયર એનઓસીના અભાવ મામલે સીલ કરવામાં આવી છે.
સલાયા નગરપાલિકાના ચિફ ઓફિસર નતિષા માથુર દ્વારા સલાયાની શાળાઓમાં ફાયર સેફટી અંગે ચેકિંગ કાર્યવાહી હાથધરી હતી. તેમાં સલાયા માધ્યમિક શાળા, વાધેરવાસ પ્રાથમિક શાળા અને સલાયા કન્યા/ તાલુકા શાળામાં ફાયર સેફટીના સાધનો ન હોય અને ફાયર સેફટી એનઓસી પણ ન હોવાના લીધે અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા અધિનિયમ 2013માં કરવામાં આવેલ જોગવાઇ મુજબ અને તેમાં આપેલ સતાની રૂહે આ ત્રણેય શાળાઓ સીલ કરવામાં આવી હતી અને તેમને લેખિત નોટીસ ફાળવી યોગ્ય કામગીરી તાત્કાલિક ધોરણે કરવા હુકમ કર્યો છે. નાના એવાં સલાયા એવા ફાયર સેફટી અંગે ત્રણ શાળાઓ સીલ કરવામાં આવતાં સલાયા ગામમાં આ મુદ્દો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.