જામનગર શહેરના એમ.પી. શાહ ઉદ્યોગનગરમાંથી પસાર થતા ત્રણ શખ્સોને આંતરીને તલાસી લેતા તેમના કબ્જામાંથી રૂા.1500 ની કિંમતની દારૂની ત્રણ બોટલ મળી આવતા પોલીસે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના એમ.પી. શાહ ઉદ્યોગનગરમાં આવાસ પાસેથી પસાર થતા ત્રણ શખ્સોને પીએસઆઇ એ.બી. સપિયા તથા સ્ટાફે આંતરીને તલાસી લેતા સૂર્યદિપસિંહ ગીરીરાજસિંહ જાડેજા, નવઘણ ખીમા ગઢવી, મેહુલ રાજેશ પંડયા નામના ત્રણ શખ્સો પાસેથી રૂા.1500 ની કિંમતની ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ મળી આવતા પોલીસે ત્રણેયની અટકાયત કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.