જામનગર તાલુકાના નાની લાખાણી ગામની સીમમાં જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમતા ત્રણ શખ્સોએ એલસીબીની ટીમે રૂા.3,77,000 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં અને નાશી ગયેલા સાત શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. જામનગર તાલુકાના બેડ ગામમાંથી પોલીસે વર્લીના આંકડા લખતા શખ્સને ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના નાની લાખાણી ગામની સીમમાં જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમાતો હોવાની એલસીબીના ફિરોજ દલ, રઘુવીરસિંહ પરમારને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી પીઆઈ કે.જી. ચૌધરી, પીએસઆઈ બી.એમ. દેવમુરારી, આર.બી. ગોજિયા તથા સ્ટાફના સંજયસિંહ વાળા, માંડણભાઈ વસરા, અશ્ર્વિનભાઈ ગંધા, હરપાલસિંહ સોઢા, ફિરોજભાઈ દલ, હિરેનભાઈ વરણવા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદ પરમાર, યશપાલસિંહ જાડેજા, ભગીરથસિંહ સરવૈયા, દિલીપ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, હરદિપ ધાધલ, પ્રતાપભાઈ ખાચર, ધાનાભાઈ મોરી, રઘુવીરસિંહ પરમાર, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, નિર્મળસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર, લખમણભાઈ ભાટીયા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા તથા અરવિંદગીરી સહિતના સ્ટાફે રેઇડ દરમિયાન અશોકસિંહ કનુભા વાઘેલા, સોયબ હનિફ માકડિયા ચાચી, સુનિલ રવજી પરમાર નામના ત્રણ શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી રૂા.32,200 ની રોકડ રકમ કબ્જે કરી હતી.
તેમજ રેઈડ દરમિયાન એલસીબીની ટીમે રૂા.15500 ના ત્રણ નંગ મોબાઇલ, 30 હજારની કિંમતનું એક બાઈક તેમજ ત્રણ લાખની કિંમતની એક કાર અને બે ઘોડીપાસાના નંગ સહિત કુલ રૂા.3,77,700 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આ જૂગાર દરોડામાં લખન ચાવડા, હિતેન્દ્ર ઉર્ફે મિથુન ઝાલા, મુનાભાઈ કોળી, સુખુભા વાઢેર, સાગર નાનજી ગુજરિયા, સોની અને બારોટ સહિતના સાત શખ્સો નાશી ગયા હોય જેની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
બીજો દરોડો, જામનગર તાલુકાના બેડ ગામના પાટીયા પાસે જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હાર-જીત કરતા મુબારક હાસમ બારોયા નામના શખ્સને પોલીસે રૂા.1240 ની રોકડ રકમ અને વર્લીના આંકડા લખેલી સ્લીપ સાથે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.