Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં દારૂના ત્રણ દરોડામાં ત્રણ શખ્સ ઝડપાયા

જામનગર જિલ્લામાં દારૂના ત્રણ દરોડામાં ત્રણ શખ્સ ઝડપાયા

કૃષ્ણનગરમાંથી 18 બોટલ સાથે શખ્સ ઝબ્બે : એકની સંડોવણી ખુલ્લી: ભ. બેરાજામાંથી ચપલા સાથે શખ્સ ઝબ્બે: સપ્લાયરનું નામ ખુલ્યુ : જનતા ફાટક નજીકથી દારૂની બોટલ સાથે શખ્સ ઝડપાયો

- Advertisement -

જામનગર શહેરમાં કૃષ્ણનગર વિસ્તારમાં રહેતાં શખ્સના મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન અઢાર બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો. કાલાવડ તાલુકાના ભ. બેરાજા ગામમાંથી શખ્સને ઈંગ્લીશ દારૂના ચપલા સાથે ઝડપી લીધો હતો. જામનગર શહેરના જનતા ફાટક પાસેથી પોલીસે શખ્સને ત્રણ બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -

દારૂના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતાં અને મજૂરી કામ કરતા શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન કમલેશ ઉર્ફે કમો પ્રકાશ કુરપરા નામના શખ્સના મકાનમાંથી તલાસી લેતા તેમાંથી રૂા.9000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 18 નંગ બોટલો મળી આવતા પોલીસે દારૂનો જથ્થો કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂ વિરલ ઉર્ફે વીડીની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

બીજો દરોડો, કાલાવડ તાલુકાના ભ.બેરાજા ગામમાં રહેતાં શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની એલસીબીના કલ્પેશ મૈયડ અને ધાના મોરીને મળેલી બાતમીના આધારે પીઆઈ જે.વી. ચૌધરી તથા સ્ટાફે રેઇડ દરમિયાન હરેશ કાનજી વાડોલિયાના મકાનમાં તલાસી લેતા રૂા.2200 ની કિંમતના 22 નંગ ઈંગ્લીશ દારૂના ચપટા મળી આવતા પોલીસે હરેશની પાસેથી રૂા.5000 નો મોબાઇલ મળી કુલ રૂા.7200 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા દારૂનો જથ્થો નાની ભલસાણના આમીર અલી આદમાણી નામના શખ્સે સપ્લાય કર્યો હતો. પોલીસે બન્ને શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

ત્રીજો દરોડો, જામનગર શહેરમાં જનતા ફાટક પાસેથી પસાર થતા વિરેન્દ્ર મનહર ભાવસાર નામનો શખ્સ પસાર થતા સીટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે મળેલી બાતમીના આધારે આંતરીને તલાસી લેતા વિરેન્દ્રના કબ્જામાંથી રૂા.1500 ની કિંમતની ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ મળી આવતા ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular