આ અંગેની વિગત મુજબ, ઓખા મંડળના ભીમરાણા ગામ ખાતેથી પોલીસે વસંત કારુ જનગરીયા અને રણમલ ઉર્ફે ચુંગી સવા ચૌહાણ નામના બે શખ્સોને ગંજીપત્તા વડે જુગાર રમતા તથા ઓખાના બર્માશલ ક્વાર્ટર વિસ્તારમાંથી રજાક કરીમ સમા નામના 32 વર્ષના મુસ્લિમ શખ્સને વરલી મટકાના આંકડા વડે જુગાર રમતા ઝડપી લઈ, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.