Saturday, July 6, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી જૂગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા

જામનગર શહેરમાંથી જૂગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા

નાનકપુરી પાસેથી એકીબેકીનો જૂગાર રમતા બે શખ્સ ઝબ્બે : શંકરટેકરીમાંથી વર્લીબાજ ઝડપાયો : ચાર ગ્રાહકોના નામ ખૂલ્યા

- Advertisement -

જામનગર શહેરના નાનકપુરી પાસે જાહેરમાં એકીબેકીનો જૂગાર રમતા બે શખ્સોને પોલીસે રૂા. 12,810 ન રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. જામનગરના શંકરટેકરી વિસ્તારમાંથી પોલીસે ચાર શખ્સોને વર્લીના આંકડા લખતા ઝડપી લઇ રૂા.47,230 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના નાનકપુરી પાસે આવેલા પ્રોવિઝન સ્ટોર્સ નજીક જાહેરમાં ચલણી નોટોના એકી બેકીના આંકડા પર જૂગાર રમતા હોવાની બાતમીના આધારે સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન ભાવેશ પ્રકાશ મુન્દ્રા અને પ્રકાશ સુગ્નાભાઈ ચાંદનાણી નામના બે શખ્સોને રૂા. 12,810 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો, જામનગર શહેરમાં શંકરટેકરી શાસ્ત્રીનગર વિસ્તારમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખતા હોવાની હેકો હરદીપ બારડ, પો.કો. ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમારને મળેલી બાતમીના આધારે એલસીબીની ટીમે રેઈડ દરમિયાન સેફઅલી હસન સેતા નામના શખ્સને રૂા.2230 ની રોકડ રકમ અને રૂા.5000 ની કિંમતનો એક મોબાઇલ ફોન તથા રૂા.40000 ની બાઈક સહિત કુલ રૂા.47230 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો અને પૂછપરછ હાથ ધરતાં તેના ગ્રાહકોમાં મહેન્દ્ર જાદવ, બસીર, અવેશ અને હાજી કકલ નામના ચાર શખ્સોના નામ ખુલતા એલસીબીએ પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular