Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના વેપારી સાથેની છેતરપિંડીમાં નાઈજીરિયન યુવક-યુવતી સહિત ત્રણ શખ્સ ઝડપાયા

જામનગરના વેપારી સાથેની છેતરપિંડીમાં નાઈજીરિયન યુવક-યુવતી સહિત ત્રણ શખ્સ ઝડપાયા

વેક્સિન બનાવવાના વ્યવસાયમાં જંગી નફાની લાલચ આપી રૂા.1.35 કરોડની છેતરપિંડી : નાઈજીરિયન યુવક-યુવતી સહિત 14 શખ્સો વિરૂધ્ધ ફરિયાદ : ઝડપાયેલા ત્રણેયના કોવિડ પરીક્ષણની કાર્યવાહી : 11 આરોપીઓની શોધખોળ

- Advertisement -

જામનગરમાં પેલેસ રોડ પર રહેતા બોકસાઈટના એક વેપારી સાથે ઓનલાઈન છેતરપિંડીમાં વેકિસન બનાવવાના ધંધામાં 50 ટકા નફાની લાલચ આપી વેપારી પાસેથી એક કરોડ 35 લાખની રકમની છેતરપિંડી કરવા અંગે 14 શખ્સો સામે ફરિયાદ નોંધાવાઈ હતી. આ છેતરપિંડીના બનાવમાં પોલીસે તપાસનો દોર મુંબઇ સુધી લંબાવ્યા પછી નાઈજીરિયન પ્રેમી જોડા સહિત ત્રણ શખ્સોની અટકાયત કરી સાહિત્ય પણ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

- Advertisement -


આ અંગેની વિગત મુજબ, જામનગરમાં પેલેસ રોડ પર સ્નેહદીપ એપાર્ટમેન્ટમાં રહેતાં બોકસાઈટના ધંધાથી મનોજભાઈ અનંતરાય શાહએ 1 જૂનના દિવસે પોલીસમાં તેની સાથે વેકિસનના ધંધામાં 50 ટકા નફાની લાલચ આપી કટકે કટકે રૂા.1 કરોડ 35 લાખની રકમ ઓનલાઈન ટ્રાન્જેકશન મારફતે પડાવી લીધાની અને છેતરપિંડી આચરવા અંગે (1) ટ્રેસી મુરફી રહે,67 તલબોટ સ્ટ્રીટ, નોટીંગહામ એનજી-1-5 જી.વી. યુનાઇટેડ કિંગ્ડમ મો-+447404890050 તથા (2) ડેવીડ હીલેરી ડાયરેકટર (સી.ઇ.ઓ.) એસીનો ફાર્મા કયુટીકલ કંપની મો-+447520633525 તથા (3) સોફીયા કેનેડી મો-+919892517962 તથા (4) એમ.બી. શર્મા એન્ટ્રરપ્રાઇઝ કોન્ટેકટ પ્રો.વિના શર્મા રહે,પ્લોટ નં-6 સાતપૂર એમ.આઇ.ડી.સી.સાતપૂર કોલોની નાસીક મહારાષ્ટ્ર મો-+919156892618 તથા (5) એમ.એચ.એન્ટરપ્રાઇઝ રહે,સી-25 જીવન જયોત સહકારી સંઘ ટ્રાન્સીટ કેમ્પ ધારાવી મુંબઇ મહારાષ્ટ્ર મો-91877797737 તથા (6) વાયરલેસ એન્ટરપ્રાઇઝ રહે,કિષ્ના પાટીલ ચાલ દત મંદિર રોડ વાઘરીવાડા દુર્ગા માતા મંદિર સાંતાક્રુઝ ઇસ્ટ મુંબઇ (7) મીડીયાવાલા રહે,ફલેટ નં-101 ડી-બ્લોક વેનીસ એપાર્ટમેન્ટ મીરાનગર ભવાના ઉદયપૂર (રાજસ્થાન) ઓફીસ-118 ચેતક સર્કલ આશિષ પેલેસની બાજુમા ચેતક માર્ગ ઉદયપૂર (રાજસ્થાન) તથા (8) શીવા એન્ટરપ્રાઇઝ રહે,18/26 રતીયા માર્ગ જાગ્રુતી પબ્લીક સ્કુલની બાજુમા સંગમ વિહાર સાઉથ દિલ્લી મો-+918376010244 તથા (9) મુંગેશ યાદવ રહે,રૂમ નં-106 ફુલપાડા રોડ ગાંધી ચોક વિરાર ઇસ્ટ મુંબઇ તથા (10) કુણાલ વર્મા રહે,વિનાયક નગર ટીન ડોંગરી એમ.જી.રોડ ગોરેગાવ વેસ્ટ મુંબઇ તથા (11) અઝહર કરીમ રહે,468/એ/404 કોહીનુર એપાર્ટમેન્ટ સ્ટેશન રોડ જોગેશ્ર્વરી વેસ્ટ મુંબઇ તથા (12) નવીનશંકર શર્મા તથા (13) જનક એ. પટેલ તથા (14) કમ્બલે યાદવ મો-917208452028 સહિતના 14 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણમાં સિટી બી ડિવિઝનના પોલીસ સ્ટાફે તપાસનો દૌર મુંબઇ સુધી લંબાવ્યો હતો. ત્યાં ડોમ્બિવલી વિસ્તારમાંથી નાઇજિરિયન પ્રેમી જોડાની તેમજ તેની સાથે બેંક ખાતા મારફતે રૂપિયા ટ્રાન્સફર કરાવી નાખનાર જયેશ વસંતરાવ નામના એક મરાઠી શખ્સની પણ અટકાયત કરી લીધી છે.

આ આંતરરાષ્ટ્રીય છેતરપિંડી પ્રકરણમાં પીઆઈ કે.જે. ભોયે તથા સ્ટાફે નાઇજીરિયન યુવક અને યુવતી તેમજ જયેશ વસંતરાય નામના મરાઠી શખ્સ સહિતના ત્રણેયની અટકાયત કરી જામનગર લઇ આવ્યા બાદ જી.જી.હોસ્પિટલમાં કોવિડ ટેસ્ટ માટે કાર્યવાહી હાથ ધરી હતી અને આ ત્રણેયના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાથી પોલીસે ત્રણેયની છેતરપિંડી અંગેના ગુનામાં ધરપકડ કરી લીધી છે અને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રકરણમાં હજુ અન્ય 11 આરોપીઓની સંડોવણી હોવાથી પોલીસે તેઓની શોધખોળ હાથ ધરી છે તેમજ ઝડપાયેલા શખ્સો પાસેથી આંતરરાષ્ટ્રીય છેતરપિંડીના વધુ ગુનાઓ ખુલવાની શકયતાઓ રહેલી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular