ઓખાના ગાંધીનગરી વિસ્તારમાંથી પોલીસે ગત રાત્રીના સમયે એક મંદિર પાસેના જાહેર ચોકમાં બેસી અને આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર ખેલાડીના બેટિંગ તથા રન વિગેરે બાબતે ચીઠ્ઠી નાખી, નશીબ આધારીત જુગાર રમી રહેલા બાલુભા બુધાભા જામ, ઈરફાન અબ્બાસભાઈ સરવદી, અને મજીદ હુશેનભાઇ ચાવડા નામના ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.
પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂા.20,400 રોકડા તથા રૂપિયા 15 હજારની કિંમતના ત્રણ નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂ. 35,400 નો મુદ્દામાલ કબજે કરી જુગારધારાની કલમ મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.