જામનગર તાલુકાના ચેલા ગામના વાડી વિસ્તારમાં પિતરાઇને મારવાની ના 5ાડતા યુવાન ઉપર ત્રણ શખ્સોએ લોખંડના પાઈપ અને ધોકા વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. જામનગરમાં સાઈડ ન આપતા ઈકોના ચાલકને ફડાકા મારી ઢીકાપાટુનો માર માર્યો હતો.
બનાવ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર તાલુકાના ચેલા ગામના વાડી વિસ્તારમાં રહેતાં રાજદીપસિંહ ભટ્ટીએ તેના પિતરાઇને માર મારવાની ના પાડતા મહેન્દ્રસિંહ ગુમાનસિંહ, વિજય ખેરા અને વિશાલ નામના ત્રણ શખ્સોએ શનિવારે બપોરના સમયે રાજદિપસિંહ ભટ્ટી નામના યુવાન ઉપર લોખંડના પાઈપ અને ધોકા વડે ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત રાજદિપસિંહ દ્વારા જાણ કરાતા એએસઆઈ ડી.સી. ગોહિલ તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બીજો બનાવ, જામનગરની સિટી પોલીસ લાઇનમાં રહેતો પ્રતિપાલસિંહ વાળા નામનો યુવાન તેની માતા સાથે ઈકો ગાડીમાં તેના વતન વાલાસણ ગામ તરફ જતો હતો તે દરમિયાન પવનચકકીથી આગળ જતા સમયે પાછળથી આવી રહેલા જીજે-10-ડીજી-6455 નંબરના એકટીવા ચાલકે હોર્ન વગાડી ઈકો સાઈડમાં રખાવી હતી અને કાર પાસે આવીને એકટીવા ચાલકે પ્રતિપાલસિંહને ફડાકો અને લાતો મારી ઈજા પહોંચાડી હતી. હુમલાના બનાવ અંગેની જાણ કરતા હેકો વી.જે. જાદવ તથા સ્ટાફે પ્રતિપાલસિંહના નિવેદનના આધારે એકટીવા ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.