Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરજામનગર નજીક બે વાહન અકસ્માતમાં બે યુવાનો સહિત ત્રણના મોત

જામનગર નજીક બે વાહન અકસ્માતમાં બે યુવાનો સહિત ત્રણના મોત

લાલપુર બાયપાસ પાસે ટ્રક નીચે આવી જતા બાઈકસવાર બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત : અન્નપૂર્ણા ચોકડી નજીક કાળમુખા ટ્રકે વૃદ્ધાને ચગદી નાખ્યા : પોલીસ દ્વારા બે ટ્રકચાલકો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં થોડા દિવસોથી વાહન અકસ્માતમાં મોત નિપજવાની ઘટનાઓ વધતી જાય છે. જામનગર નજીક લાલપુર બાયપાસ પાસે બુધવારે સાંજના સમયે ડામર રોડના ચાલુ કામના સ્થળ પાસે ટ્રક અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં. તેમજ અન્નપૂર્ણા ચોકડીથી મહાપ્રભુજીની બેઠક તરફના માર્ગ પર પૂરઝડપે આવી રહેલા ટ્રકચાલકે ચા પીવા જતા વૃદ્ધાને હડફેટે લઈ કચડી નાખ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

ગમખ્વાર અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર નજીક લાલપુર બાયપાસ પાસે બુધવારે સાંજના સમયે અજય ક્રિષ્ના મિશ્રા (ઉ.વ.27) અને સલમાન સમીર ખાન (ઉ.વ.21) નામના બે યુવાન મિત્રો તેના બાઈક પર ફેસ-2 દરેડ વાળા માર્ગ પરથી પસાર થતા હતાં તે દરમિયાન ચાલુ રોડના કામ નજીક બાઈક સ્લીપ થતા બંને યુવાનો રોડ પર પટકાયા હતાં અને તે સમયે જ પસાર થઈ રહેલના ટ્રકના તોતિંગ વ્હીલ બંને યુવાનો ઉપર ફરી વળતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતાં. બનાવની જાણ થતા પંચ બી પોલીસ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને બંને યુવાનોના મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી અને પોલીસે ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર શહેરના અન્નપૂર્ણા ચોકડીથી મહાપ્રભુજીની બેઠક તરફના માર્ગ પર ઝુંપડપટ્ટીમાં રહેતાં સોનલબેન હિતેશભાઈ લાકડીયા નામના કટલેરીની ફેરી કરતા મહિલાના વૃદ્ધ દાદી બુધવારે સવારના સમયે ચાલીને ચા પીવા જતાં હતાં તે દરમિયાન પૂરઝડપે બેફીકરાઈથી આવી રહેલા જીજે-10-ટીવી-5496 નંબરના ટ્રકચાલકે વૃદ્ધાને ડ્રાઇવર સાઈડના પાછલા વ્હીલના જોટામાં હડફેટે લઇ કચડી નાખતા ગંભીર ઈજાઓ પહોંચતા વૃધ્ધાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે મૃતકની પૌત્રી સોનલબેન દ્વારા જાણ કરાતા પીએસઆઈ વી. આર.ગામેતી તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી ટ્રક મૂકી નાશી ગયેલા ચાલકની શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular