Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરહાપા યાર્ડની પેઢીમાંથી જીરૂ ચોરીમાં બે તસ્કર સહિત ત્રણ ઝબ્બે

હાપા યાર્ડની પેઢીમાંથી જીરૂ ચોરીમાં બે તસ્કર સહિત ત્રણ ઝબ્બે

ચોરાઉ જીરૂ ખરીદનાર વેપારી અને બે તસ્કરને એલસીબીએ દબોચ્યા: 275 કિલો જીરૂ, બે લાખની કાર, બે મોબાઇલ મળી કુલ રૂા.2,78,000 નો મુદ્દામાલ કબ્જે

- Advertisement -

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં આવેલી પેઢીમાંથી જીરૂના બાચકાની ચોરીના બનાવમાં એલસીબીની ટીમે બે તસ્કર અને એક ચોરાઉ માલ ખરીદનાર વેપારી સહિત ત્રણ શખ્સોેને રૂા.2,78,750ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ જીરા ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં આવેલી બાલવી એન્ટરપ્રાઈઝ નામની પેઢીમાંથી અજાણ્યા તસ્કરોએ રૂા.68,750 ની કિંમતના 275 કિલો જીરાની ચોરી થયાના બનાવમાં જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી એલસીબીના હેકો ધાનાભાઈ મોરી, રાકેશ ચૌહાણ અને અશોક સોલંકીને મળેલી બાતમીના આધારે પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી.ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, ભગરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાંધલ, અશોકભાઈ સોલંકી, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઈ ચૌહાણ, કિશોરભાઈ પરમાર, સુરેશભાઇ માલકિયા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બાલસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા સ્ટાફે વોચ ગોઠવી હતી.

દરમિયાન ચોરાઉ જીરૂ એકવાર વેંચી આવ્યા બાદ ફરીથી વેંચવા જતા સમયે એલસીબીની ટીમે ઈબ્રાહીમ ફારુક કુરેશી પટણી અને સમીર સલીમ બાવર્જી નામના બે તસ્કરોને તથા ચોરાઉ માલ ખરીદનાર સુભમ અશોક તન્ના સહિતના ત્રણેય શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી રૂા. 2 લાખની કિંમતની ઈકો કાર રૂા.68750 ની કિંમતનું 275 કિલો જીરુ અને રૂા.10 હજારની કિંમતના બે મોબાઇલ ફોન મળી કુલ રૂા.2,78,750 નો મુદ્દામાલ ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular