Tuesday, February 10, 2026
Homeરાજ્યહાલારદ્વારકામાંથી ગૌમાંસ વેંચતા માતા-પુત્ર સહિત ત્રણ ઝડપાયા

દ્વારકામાંથી ગૌમાંસ વેંચતા માતા-પુત્ર સહિત ત્રણ ઝડપાયા

ગૌમાંસ સપ્લાય કરનારનું નામ ખુલ્યું : પોલીસ દ્વારા કાર્યવાહી

દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાંથી પોલીસે વેચાણ માટે રાખવામાં આવલા ગૌમાંસ સાથે માતા-પુત્રની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં રહેતા સલમાબેન ઇલીયાસભાઈ ભડેલા તથા તેના પુત્ર વસીમ ઇલીયાસ ભડેલા દ્વારા તેઓ પાસે વેચાણ અર્થે રાખવામાં આવેલો 50 કિલોગ્રામ જેટલો ગૌમાંસનો જથ્થો પોલીસને મળી આવ્યો હતો. આથી પોલીસે આ માતા-પુત્રની અટકાયત કરી હતી.

આ પ્રકરણમાં ખંભાળિયામાં રહેતા જાવેદ નામના શખ્સ દ્વારા ગેરકાયદેસર રીતે ગૌવંશની હત્યા કરી, તેનું માંસ દ્વારકાના ઉપરોક્ત માતા-પુત્રને આપવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું હતું.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણ સંદર્ભે દ્વારકા પોલીસે ફરિયાદી બની ગૌવંશની હત્યા કરનારા ખંભાળિયાના જાવેદ ઉપરાંત દ્વારકાના સલમાબેન ઇલીયાસ ભડેલા અને તેણીના પુત્ર વસીમ સામે ધી ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ તેમજ બી.એન.એસ. ની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમાં આગળની તપાસ પી.એસ.આઈ. એન.એસ. ગોહિલ ચલાવી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular