જામનગરમાં સ્મશાન પાસે બુધ્ધનગર નજીક ગેરકાયદેસર રીતે દબાણ કરીને બાંધવામાં આવેલા ત્રણ મકાનો પર જામ્યુકોની એસ્ટેટ શાખા દ્વારા આજે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. અગાઉ પણ આ જગ્યાએ દબાણ કરીને ઉભા કરાયેલાં બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. આજે ફરીથી ગેરકાયદે દબાણો તોડી પાડી જામ્યુકોની એસ્ટેટ શાખા દ્વારા 1500 ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.