Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરના ત્રણ પૂર્વ એસપીને સિલેકશન ગ્રેડ અપાયો

જામનગરના ત્રણ પૂર્વ એસપીને સિલેકશન ગ્રેડ અપાયો

સારાહ રિઝવી અને દંપતી પ્રદિપ સેજુળ-શોભા ભૂતડાને પ્રમોશન : ત્રણેય પોલીસવડા હાલ કેન્દ્ર સરકારમાં ફરજ ઉપર : રાજ્યના ચૂંટણી કમિશનર તરીકે જી સી બ્રહ્મભટ્ટની નિમણૂંક

- Advertisement -

જામનગર જિલ્લામાં અગાઉ પોલીસ વડા તરીકે ફરજ બજાવી ચૂકેલા ત્રણ એસપીને સરકાર દ્વારા બઢતી આપી સિલેકશન ગ્રેડ અપાયો હતો. આ ત્રણેય પોલીસવડાની સરાહનીય કામગીરી આજે પણ પ્રજા ભૂલી નથી તેમજ રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિવૃત્ત આઈપીએસની નિમણૂંક કરવામાં આવી છે.

આ અંગેની વિગત મુજબ, રાજ્ય સરકાર ગૃહ વિભાગ દ્વારા હાલ કેન્દ્ર સરકારમાં ફરજ બજાવતા અને અગાઉ જામનગર શહેર-જિલ્લામાં ફરજ બજાવી ચૂકેલા વર્ષ 2008 બેચના આઈપીએસ સારાહ રિઝવી, પ્રદિપ સેજુળ અને શોભા ભૂતડા આ ત્રણેય પોલીસવડાને સિલેકશન ગ્રેડ સાથે પ્રમોશન આપવામાં આવ્યું છે. આ પૂર્વે આ ત્રણેય પોલીસવડાઓ જામનગર શહેર-જિલ્લામાં સરાહનીય કામગીરી કરી ચૂકયા છે. જેના કારણે જામનગરવાસીઓ એસપી દંપતી પ્રદિપ સેજુળ-શોભા ભૂતડાને તથા સારાહ રિઝવી ને ભૂલી શકે તેમ નથી.

કેન્દ્ર સરકારમાં ફરજ બજાવી રહેલા ત્રણેય પોલીસવડાઓને સિલેકશન ગ્રેડ આપવાની સાથે-સાથે રાજ્યના ચૂંટણી કમિશનર તરીકે રિટાયર્ડ આઈપીએસ જી સી બ્રહ્મભટ્ટની નિમણૂંક કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular