જામનગરના ખાણખનિજ વિભાગ દ્વારા જામનગર બાયપાસેથી ગેરકાયદેસર રેતીનું વહન કરી રોયલ્ટી ચોરી કરતા ત્રણ ડમ્પર પકડી પાડવામાં આવ્યા છે. ખાણખનિજ વિભાગની ટુકડીના નિખીલભાઈ, રમેશભાઈ, આનંદભાઈ, ભાવેશભાઈ, નૈતિકભાઈ, રજનીકાંતભાઈ સહિતનાએ બાયપાસેથી પસાર થતા ડમ્પર નંબર જીજે-10-ટીવાય-4030, જીજે-10-વાય-4396 તથા જીજે-10-એટી-7026 ને પકડી પાડયા હતાં. આ ડમ્પરમાં રોયલ્ટી પાસ વગર રેતીનું પરિવહન કરવામાં આવતું હોવાનું જણાતા ત્રણેય ડમ્પર જપ્ત કરવામાં આવ્યા છે. તેમજ વાહનના માલિકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


