Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયકફ-સિરપ બાદ ભારતના આંખના ટીપાથી ત્રણના મોત

કફ-સિરપ બાદ ભારતના આંખના ટીપાથી ત્રણના મોત

એક ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીના આંખના ડ્રોપ(આઈ ડ્રોપ)થી અમેરિકામાં હડકંપ મચી ગયો છે. આ આંખના ડ્રોપના ઉપયોગથી અમેરિકામાં ત્રણ લોકોના મોત થયા છે. અમેરિકાની ટોચની મેડિકલ નિરીક્ષણ એજન્સીએ આ આઈ ડ્રોપમાં વધારે પડતા દવા પ્રતિરોધક બેક્ટેરિયાની શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરી છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (ઈઉઈ)ને ટાંકીને આ માહિતી આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર આ આઈ ડ્રોપના ઉપયોગથી અત્યાર સુધીમાં આઠ લોકોમાં અંધત્વ અને ડઝનેક ચેપના કેસ નોંધાયા છે. આ મામલે તમિલનાડુના ડ્રગ નિયામકે સ્પષ્ટતા કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે ચેન્નઈમાં આવેલી ગ્લોબલ ફાર્મા દ્વારા બનાવાયેલા આઈ ડ્રોપમાં કોઈ ગરબડ કે દૂષણ પકડાયું નથી. આ મામલે તમિલનાડુ ડ્રગ્સ ક્ધટ્રોલના ડિરેક્ટર પી.વી. વિજયાલક્ષ્મીએ કહ્યું હતું કે અમે ચેન્નઈમાં નિર્મિત આઈડ્રોપના ખોલ્યા વગરના સેમ્પલની તપાસ કરી હતી અને તેમાં અમને કોઈ ગરબડ જણાઈ નહોતી. રો મટીરિયલ પણ સ્ટાન્ડર્ડને અનુરૂપ જ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular