Friday, December 13, 2024
Homeરાજ્યજામનગરઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ હિટવેવ

ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ હિટવેવ

- Advertisement -

સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગે આવતીકાલથી ત્રણ દિવસ હીટ વેવની આગાહી કરી છે. હવામાન વિભાગની યાદીના જણાવ્યા મુજબ, આવતીકાલથી ત્રણ દિવસ મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર સુરેન્દ્રનગર, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો વધવાની શક્યતા છે. આગામી બે દિવસમાં અમદાવાદ શહેરનું તાપમાન 40 ડિગ્રીને પાર જવાની સંભાવના પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ જિલ્લાઓમાં બીમારી ધરાવતા લોકો, વૃદ્ધો તથા નાના બાળકોને તડકામાં બહાર જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular