Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લાના ત્રણ બુટલેગરોની પાસા હેઠળ ધરપકડ

જામનગર જિલ્લાના ત્રણ બુટલેગરોની પાસા હેઠળ ધરપકડ

વિધાનસભા ચૂંટણી સંદર્ભે પાસાનું શસ્ત્ર : બે બુટલેગરોને સુરતની લાજપોર અને એક બુટલેગરને વડોદરાની જેલમાં ધકેલાયો

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં વિધાનસભા 2022 ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન કરાવવા તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ વિભાગ દ્વારા ત્રણ બુટલેગરો સંદર્ભની પાસાની દરખાસ્ત જિલ્લા કલેકટરે મંજૂર કરતાં ત્રણ શખ્સોની ધરપકડ કરી સુરતની લાજપોર અને વડોદરાની જેલમાં ધકેલી દઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

વિધાનસભા 2022 ની ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થયા બાદ વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ચૂંટણીમાં મતદાન શાંતિપુર્ણ થાય અને રાજયમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તેમાં જામનગર શહેર અને જિલ્લામાં શાંતિપૂર્ણ ચૂંટણી યોજવા માટે કલેકટર ડો. સૌરભ પારઘી અને પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા કાયદો – વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોડપર ગામના નવીનચંદ્ર ઉર્ફે નથુ હમીર કનારા વિરુધ્ધ પ્રોહિબીશન એન જામજોધપુર તાલુકાના વાંસજાળિયા ગામમાં ભરત જિતુ વડાણિયા સામે પ્રોહિબીશનનો તથા લાલપુર તાલુકાના મેંઘપર ગામના ભુપતસિંહ જીણાજી જાડેજા સામે પ્રોહિબીશનના બે કેસ નોંધાયેલા હોય જેથી એલસીબી પીઆઈ જે.વી.ચૌધરી તથા સ્ટાફ દ્વારા આ ત્રણ બુટલેગરો વિરુધ્ધ પાસાની દરખાસ્ત મુકવામાં આવી હતી. આ દરખાસત જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી દ્વારા મંજૂર કરવામાં આવવી હતી.

જેના આધારે એલસીબીના પીએસઆઈ આર.એ.કરમટા, એસ.પી. ગોહિલ તથા સ્ટાફના એએસઆઈ માંડણભાઈ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ તથા પોલીસ હેકો નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા તથા પોકો ફીરોજભાઈ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, રાકેશભાઈ ચૌહાણ, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, દયારામ ત્રિવેદી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે લાલપુર તાલુકાના મોડપર ગામના નવીનચંદ્ર ઉર્ફે નથુ હમીર કનારા, જામજોધપુર તાલુકાના વાંસજાળિયા ગામમાં ભરત જિતુ વડાણિયા નામના બે શખ્સોને સુરતની લાજપોર જેલમાં અને લાલપુર તાલુકાના મેંઘપર ગામના ભુપતસિંહ જીણાજી જાડેજાને વડોદરાની જેલમાં ધકેલી દઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular