Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરચાઇનીઝ લોન એપ્લીકેશનના નામે બ્લેકમેઈલ કરતા ત્રણ ઝડપાયા

ચાઇનીઝ લોન એપ્લીકેશનના નામે બ્લેકમેઈલ કરતા ત્રણ ઝડપાયા

આંતરરાજ્ય ગેંગના ત્રણ શખ્સોએ જામનગર સાઈબર ક્રાઈમે કર્ણાટકમાંથી દબોચ્યા : 19 સીમકાર્ડ, એક લેપટોપ અને ત્રણ મોબાઇલ કબ્જે : શકમંદ બેંક ખાતામાંથી રૂા.16.42 લાખની રકમ સીઝ કરી

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં કોઇપણ કેવાયસી અને વ્યાજ વગર તાત્કાલિક લોન આપવાની લાલચ આપતી ચાઇનીઝ એપ્લીકેશન કંપનીના કર્ણાટકના ત્રણ શખ્સોને ઝડપી લઇ 19 સીમકાર્ડ, લેપટોપ અને ત્રણ મોબાઇલ સાથે ઝડપી લઇ રૂા.16 લાખની રકમ બેંક ખાતામાંથી સીઝ કરી જામનગર સાઈબર ક્રાઈમે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ચાઇનીઝ ઈન્સ્ટન્ટ લોન એપ્લીકેશન બનાવી વિવિધ સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ કરી આ એપ દ્વારા લોકોને કેવાયસી તથા વ્યાજ વગર તાત્કાલિક લોન આપવાની લાલચ આપી અરજદારોના મોબાઇલ ફોનની વિગતો મેળવી અને લોન સિવાયના વધારે પૈસાની માંગણી કરતા હતાં. તેમજ વધારે પૈસા ન આપે તો ફોટા મોર્ફ કરી બદનામ કરવાની ધમકી આપતા હતાં. આ એપ દ્વારા જામનગર જિલ્લાના આઠ લોકોને પણ ફસાવવામાં આવ્યાં હતાં. તેમજ આ છેતરપિંડી અંગે જામનગર સાઈબર ક્રાઈમમાં નોંધાયેલા ગુનામાં જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ પી.પી.ઝા તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને સાઈબર ક્રાઈમના પોલીસ કોન્સ્ટેબલ વીકી ઝાલા એ એકઠી કરેલી માહિતીના આધારે પોલીસે કર્ણાટકના બેંગ્લોરમાં રહેતા એમબીએ કરેલા ભીમસેન હનુમંતાચાર્ય મઠદ (ઉ.વ.36), ચીકમગલુર માં રહેતાં મહમદઉઝેર શરીફ મકબુલઅહમદ શરીફ નામના એમબીએ કરેલા અને માઝઅહમદ શરીફ રહમતુલ્લા શરીફ નામના બીએસસી કરેલા ત્રણ શખ્સોએ કર્ણાટકમાં જઇ જુદા જુદા સ્થળોએથી દબોચી લઇ તેમની પાસેથી 19 નંગ સીમકાર્ડ, એક લેપટોપ અને ત્રણ મોબાઇલ કબ્જે કર્યા હતાં.

તેમજ આ ત્રણેય ચીટર ગેંગ પાસેથી પોલીસે તેઓના શકમંદ બેંક ખાતામાં રહેલી રૂા.16,42,236 ની રકમ સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ચીટર ગેંગ દ્વારા on stream, OB cash, AG cash, loan KOKO નામની મોબાઇલ એપ્લીકેશન ઈન્સ્ટોલ કરાવી અને મોબાઇલ નંબરો ફોટા અને સંવેદનશીલ માહિતીઓ મેળવી લીધા બાદ બળજબરીથી લોન આપી ગેરકાયદેસર રીતે ઉંચા વ્યાજ પર અને પ્રોસેસીંગ ફી બળબબરીથી મેળવતા હતાં અને સતત ફોન દ્વારા માનસિક સતામણી કરતા હતાં. આ રીતે બ્લેકમેલીંગ કરી પૈસા પડાવતા હતાં.

- Advertisement -

:: લોકો માટે ચેતવણી ::

  • ફ્રી લોન/ઈન્સ્ટન્ટ લોન/મીનીમન કેવાયસી લોનની લોભામણી જાહેરાતોથી બચવું.
  • કોઇપણ લોન એપ્લીકેશનને બિનજરૂરી એકસેસ પરમીશન ન આપવી.
  • યુવાનોએ નોકરીમાં જોડાતા પહેલાં કંપનીની પ્રોફાઈલ ચકાસવી અને વધુ સેલેરીની લાલચ આપતી ફ્રોડ કંપનીઓ જાણે-અજાણે તમારો દુરપયોગ કરી ગેરકાયદેસર કૃત્યોમાં તમારો ઉપયોગ ન કરે તે માટે સજાગ અને સુરક્ષિત રહેવું.

-જામનગર સાઈબર ક્રાઈમ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular