દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાંથી પોલીસે જામનગર તથા ભાવનગર જિલ્લાના ત્રણ શખ્સોને ચોરીના ઈરાદે નીકળતા ઝડપી લીધા હતા.
આ સમગ્ર પ્રકરણ અંગે ભાણવડના પી.એસ.આઈ. એમ.આર. સવસેટાએ ફરિયાદી બની અને જાહેર કર્યું છે કે ભાણવડ તાલુકાના કબરકા ગામેથી થોડા દિવસ પૂર્વે જામનગર તાલુકાના દરેડ વિસ્તારમાં રહેતા ભરત ગંભીરભાઈ કાનાભાઈ પરમાર (ઉ.વ. 21), આ જ વિસ્તારના મૂળ રહીશ અને હાલ ભાવનગર જિલ્લાના શક્તિનગર વિસ્તારમાં રહેતા રણજીત ઉર્ફે બોડિયો રામજીભાઈ ભવાનભાઈ પરમાર (ઉ.વ. 28) તથા ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના અર્જુન ભગવાનભાઈ પુનાભાઈ વાઘેલા (ઉ.વ. 19) નામના ત્રણ શખ્સોને આ વિસ્તારમાં ઘરફોડ ચોરી કરવાના ઇરાદે નીકળતા હોવાનું ધ્યાને આવતા તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.
આમ, ચોરી કરવાના હેતુસર ત્રણેય શખ્સોએ સમાન ઇરાદો પાર પાડવા ટોળી બનાવી અને ઘરફોડ ચોરી કરવાનું ગુનાહિત કાવતરું રચી અને દેવભૂમિ દ્વારકા જિલ્લા તથા જામનગર જિલ્લામાં ચોરી આચરવામાં આવી હોવાનું ખુલવા પામ્યો છે.આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસે આઈપીસી કલમ 401, 34 તથા 120 (બી) મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ આઈ. એમ.આર. સવસેટા દ્વારા હાથ ધરવામાં આવી છે.