Sunday, December 22, 2024
Homeરાજ્યખંભાળિયામાંથી ચોરી પ્રકરણના ત્રણ આરોપીઓ મુદ્દામાલ સાથે ઝડપાયા

ખંભાળિયામાંથી ચોરી પ્રકરણના ત્રણ આરોપીઓ મુદ્દામાલ સાથે ઝડપાયા

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં એક વેપારીની દુકાનમાંથી થોડા સમય પૂર્વે અનાજના 62 કટા (બાચકા)ની ચોરી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આના અનુસંધાને સ્થાનિક પોલીસ દ્વારા ચાલી રહેલા પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાકીના આધારે અહીંના મિલન ચાર રસ્તા પાસેથી પોરબંદર રોડ તરફ જતા જીજે-18-એએક્સ-6710 નંબરના પીયાગો સી.એન.જી. રીક્ષાને પોલીસે અટકાવી ચેકિંગ કરતા આ રીક્ષામાંથી સાત કટ્ટા (બાચકા) મળી આવ્યા હતા. જે સંદર્ભની પૂછપરછ દરમિયાન રિક્ષામાં જઈ રહેલા અત્રે ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા રોહિત સુરેશભાઈ રાઠોડ (ઉ.વ. 21), વિપુલ સોમાભાઈ રાઠોડ (ઉ.વ. 20) તથા અહીંના ધરારનગર વિસ્તારમાં આશાપુરા ચોક ખાતે રહેતા સાલેમામદ શાજીદઅલી બુખારી (ઉ.વ. 30) નામના શખ્સોની પૂછપરછ કરતા અગાઉ થયેલી 62 કટા (બાચકા)ની ચોરીની કબુલાત આપી હતી.

- Advertisement -

આથી પોલીસે રૂા.30,800 ની કિંમતના સાત કટ્ટા અનાજ, તેની હેરાફેરી માટે ઉપયોગમાં લીધેલી રૂા.50,000 ની કિંમતની સી.એન.જી. રીક્ષા તથા રૂા. 10,500 ની કિંમતના ત્રણ નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂા.91,300 નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસર કાર્યવાહી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular