ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે રહેતા હરદાસભાઈ કરશનભાઈ ચાવડા નામના 35 વર્ષના આહિર યુવાનને કોલવા ગામે રહેતા નારણ મારખી કરમુર તથા તેના બે પુત્રો સાગર અને વિશાલ દ્વારા કોઇ બાબતે બોલાચાલી કરી, ઢીકાપાટુનો માર મારી, બિભત્સ ગાળો કાઢ્યાની તથા લાકડાના ધોકા વડે હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે ખંભાળિયા પોલીસ મથકમાં પિતા-પુત્રો સામે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.