Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરમુંગણી ગામના યુવાનને જાતિ પ્રત્યે હડધૂત કરી પતાવી દેવાની ધમકી

મુંગણી ગામના યુવાનને જાતિ પ્રત્યે હડધૂત કરી પતાવી દેવાની ધમકી

- Advertisement -

જામનગર શહેરમાં આવેલ જી. જી. હોસ્પિટલના પટાંગણમાં મુંગણી ગામના શખ્સે તેના જ ગામના યુવાનને કતરાઈને જોવા બાબતે અપશબ્દો બોલી ધમકી આપી જાતિ પ્રત્યે અપમાનિત કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના મુંગણી ગામમાં રહેતાં રવિ પરમાર ગત તા. 16 ના રોજ જામનગરની જી. જી. હોસ્પિટલમાં તેના પાડોશીની સારવાર માટે આવેલ હતો તે દરમિયાન મુંગણી ગામમાં રહેતાં યુવરાજસિંહ બનુભા પીંગળ નામના શખ્સે તેના ભાઈના મોબાઇલમાંથી ફોન કરી રવિને તુ મારી સામે કતરાઈને કેમ જોતો હતો ? તેમ ધમકાવતા રવિ યુવરાજસિંહને સમજાવવા જતા રવિને અપશબ્દો બોલી પરિવારના સભ્યોને મારી નાખવાની ધમકી આપી જાતિ પ્રત્યે હડધુત અને અપમાનિત કર્યો હતો. ત્યારબાદ આ બનાવમાં રવિએ જાણ કરતા ડીવાયએસપી એમ.બી. સોલંકી તથા સ્ટાફે રવિ પરમારના નિવેદનના આધારે યુવરાજસિંહ વિરૂધ્ધ ધમકી અને એટ્રોસિટીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular