કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામમાં રહેતાં વૃદ્ધાને તેના જ ગામમાં રહેતાં મહિલાએ અપશબ્દો બોલી ધોકા વડે હુમલો કર્યાની ઘટનામાં પોલીસે મહિલા વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે રહેતા રાધાબેન શામજીભાઈ હરજીભાઈ કણજારીયા નામના 60 વર્ષના વૃદ્ધાને આ જ ગામના ગીતાબેન કછટીયા નામના મહિલાએ બિભત્સ ગાળો કાઢી, ધોકા વડે બેફામ માર મારીને ફ્રેક્ચર સહિતની ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આરોપી ગીતાબેને ફરિયાદી રાધાબેનને “તમે બજારમાં કેમ થુંકો છો? તમારા ગળફાના કારણે મારી છોકરીઓને ઉલટી થાય છે” તેમ કહી, માર મારી, ધમકી આપી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ બનાવ અંગે પોલીસે આઈપીસી કલમ 325, 324, 323, 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધ્યો છે.