દ્વારકા તાલુકાના બાટીસા ગામે રહેતા પ્રતાપસિંહ નંઢુભા જામ નામના 30 વર્ષના હિન્દુ વાઘેર યુવાનના ખેતરની બાજુમાં આવેલી ગૌચરની તેમજ અન્ય કેટલીક જમીન ઉપર વાવેતર કરી અને બાંધકામ કરવામાં આવ્યું હોવાથી તેમની અવર-જવરનો રસ્તો બંધ થયો હોવા અંગેની ફરિયાદ અરજી તેમણે આ જ ગામના રાયશી ઉર્ફ મીયાઝરભા જોધાભા જામ અને ખેરાજભા ભીખાભાઈ જામ સામે કરતા આનાથી ઉશ્કેરાઈ ગયેલા ઉપરોક્ત બંને શખ્સો તથા અન્ય એક મોબાઈલ નંબર ધરાવતા મેવાસા ગામના ગોપાલ ભરવાડ નામના શખ્સો દ્વારા તેમને બિભત્સ ગાળો કાઢી, માર મારી, અને 24 કલાકમાં જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે ત્રણેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 504 તથા 506 (2) મુજબ ગુનો નોંધ્યો છે.