Friday, December 27, 2024
Homeરાજ્યહાલારભાણવડમાં મહિલાના ખેતરમાં પ્રવેશ કરી મારી નાખવાની ધમકી

ભાણવડમાં મહિલાના ખેતરમાં પ્રવેશ કરી મારી નાખવાની ધમકી

- Advertisement -

ભાણવડ તાલુકાના વેરાડ ગામના વાડી વિસ્તારમાં રહેતા ઇન્દુબેન નાગજીભાઈ પાથર નામના 40 વર્ષના સગર મહિલા ગત તા. 7 મી ના રોજ તેમના પિતા નાગજીભાઈ પાથરની વાડીએ હતા, તે દરમિયાન જામજોધપુર તાલુકાના ગોપ ગામે રહેતા ભાવેશ નાનજીભાઈ દવે, માનપર ગામના નગાભાઈ મારખીભાઈ બેરા, જામજોધપુર તાલુકાના મોટા વડિયા ગામના મુકેશભાઈ તેમજ અન્ય એક અજાણ્યો શખ્સ તેમની વાડીએ આવ્યા હતા. આ ચાર શખ્સોએ તેમની વાડીમાં અપપ્રવેશ કરી, વાડીનો કબજો ખાલી કરવા બાબતે તેમની સાથે ઝઘડો કર્યો હતો.

- Advertisement -

એટલું જ નહીં, આરોપી શખ્સોએ લાકડાના ધોકા વડે માર મારી, બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી પણ આપ્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવવા અંગે ભાણવડ પોલીસે ઈન્દુબેનની ફરિયાદ પરથી એક અજાણ્યા સહિત ચાર શખ્સો સામે આઈ.પી સી. કલમ 324, 323, 504, 506 (2), 447, 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular