Saturday, December 28, 2024
Homeરાજ્યહાલારખાનગી કંપનીમાં અનઅધિકૃત રીતે કામ મેળવવા માટે ધાક-ધમકી

ખાનગી કંપનીમાં અનઅધિકૃત રીતે કામ મેળવવા માટે ધાક-ધમકી

સોશિયલ મીડિયાના માધ્યમથી વિવિધ બાબતો વાયરલ કરતા ઝાખરના શખ્સ સામે ગુનો

- Advertisement -

ખંભાળિયા – જામનગર માર્ગ પર આવેલી નયારા એનજીમાં કંપનીના નિયમથી વિરુધ્ધ કામ મેળવવા ઈચ્છતા લાલપુર તાલુકાના ઝાખર ગામના શખ્સ દ્વારા કંપનીમાં વિવિધ રીતે અડચણ પેદા કરી, ધાકધમકી આપવા સબબ ધોરણસર ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -

આ અંગે પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ઝાખર ગામે રહેતા ક્રિપાલસિંહ વિક્રમસિંહ જાડેજા નામના શખ્સ દ્વારા નયારા એનર્જી કંપનીમાં કામ કરવા માટે તેની પ્રોફાઈલ આપી હતી. અને પ્રોફાઇલ મુજબનું કામ આપવા માટે કંપનીમાં કહેતા તેની મરજી મુજબનું કામ આપવાની કંપનીએ ના કરી હતી. પરંતુ કંપનીમાં પોતે બળજબરીથી પોતાની મરજી મુજબનું કામ મેળવવા માટે કંપનીના અધિકારીઓ, કર્મચારીઓને વિવિધ પ્રકારે માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.

આટલું જ નહીં, યેનકેન પ્રકારે કંપનીમાં કોન્ટ્રાક્ટ મેળવવા અને તેનાથી ગેરકાયદેસર આર્થિક લાભ લેવાના ઇરાદાથી આ કંપનીમાં કામ કરતા અવધેશકુમાર શંભુદયાલ પાઠક (ઉ.વ. 33, રહે. મૂળ પાલડી, અમદાવાદ) વિગેરેને જાનથી મારી નાખવાની ધમકી આપી અને પોતાની મરજી મુજબ કંપનીમાં કામ નહીં આપવામાં આવે તો પોતે પણ નાયરા કંપનીના કોઈપણ ગેટ પર જઈ અને ફરિયાદી અવધેશકુમાર પાઠક તથા અન્ય સાહેદોના નામ લખી આત્મહત્યા કરી અને કંપની કર્મચારીઓને હેરાન કરશે તેવી ધમકી આપ્યાનું પણ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

- Advertisement -

આરોપી શખ્સને તેની મરજી મુજબ કામ નહીં આપવામાં આવતા કંપનીને બદનામ કરવાના ઇરાદાથી કંપનીની પોલ્યુશન તથા અન્ય કથિત ખોટી વિગતો સોશિયલ મીડિયામાં વાયરલ કરીને કંપનીને બદનામ કરી, કંપનીની શાખને હાની પહોંચાડવામાં આવી હોવાનું પણ વધુમાં જાહેર થયું છે.

આ સમગ્ર બનાવવા અંગે ખંભાળિયા પોલીસે કંપનીના કર્મચારીની ફરિયાદ પરથી ઝાખરના શખ્સ સામે આઈપીસી કલમ 323, 389, 498, 506 (2) તથા 511 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના પી.એસ.આઈ. વી.બી. પીઠીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular