અમરનાથ યાત્રા શરૂ થતા પહેલા આતંકી સંગઠન તરફથી ધમકી આપવામાં આવી છે. આતંકવાદી સંગઠન ટીઆરએફનો ધમકીભર્યો પત્ર એવા સમયે સામે આવ્યો છે. જ્યારે 30 જૂનથી અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી છે. ટીઆરએફ તરફથી ધમકીભર્યો પત્ર મોકલીને આ વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધવામાં આવ્યું છે.
આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટએ અમરનાથ યાત્રાને લઈને ધમકી પત્ર જારી કર્યો છે. પત્રમાં આતંકવાદી સંગઠને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર નિશાન સાધ્યું છે. સંગઠનનું કહેવું છે કે તેઓ યાત્રાના વિરોધમાં નથી, પરંતુ જ્યાં સુધી તેઓ કાશ્મીર મુદ્દા સાથે નહીં જોડાય ત્યાં સુધી યાત્રાળુઓ સુરક્ષિત છે.