Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતનીટનું પરિણામ હજુ સુધી જાહેર ન થતાં હજારો છાત્રો મુશ્કેલીમાં

નીટનું પરિણામ હજુ સુધી જાહેર ન થતાં હજારો છાત્રો મુશ્કેલીમાં

- Advertisement -

- Advertisement -

ધો.12 સાયન્સ પછીના મેડિકલ પ્રવેશ માટેની નીટનું પરિણામ હજુ સુધી જાહેર થયુ નથી ત્યારે મેડિકલ-ડેન્ટલ અને આયુર્વેદ-હોમિયોપેથીના પ્રવેશ ક્યારે થશે તે મોટી મુંઝવણ વિદ્યાર્થીઓ માટે ઉભી થઈ છે.ઓગસ્ટ સુધી પૂરી થતી પ્રવેશ પ્રક્રિયા દિવાળી સુધી હજુ શરૂ થઈ પણ નથી.

કોરોનાને લીધે યુજી મેડિકલ પ્રવેશ માટેની નીટ આ વર્ષે પણ મોડી લેવાઈ હતી અને ચાર મહિના મોડી 12 સપ્ટેમ્બરે દેશભરમાં પરીક્ષા લેવાઈ હતી. નીટની આન્સર કી જાહેર કરી દેવાઈ છે પરંતુ હજુ સુધી પરિણામ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જાહેર કરાયું નથી અને પરિણામની તારીખ પણ જાહેર કરાઈ નથી. બીજી બાજુ નીટના આધારે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ, હોમિયોપેથી અને નેચરોપેથીમાં થતા પ્રવેશ પણ હવે ક્યારે થશે તે મોટો પ્રશ્ન છે. 15 લાખથી વધુ વિદ્યાર્થીએ નીટ આપી છે ત્યારે હાલ લાખો વિદ્યાર્થીઓ અને તેઓના વાલી પરિણામ અને પ્રવેશને લઈને મુંઝવણમાં મુકાયા છે. પરિણામ હવે જો એક-બે દિવસમાં જાહેર થાય તો પણ સ્ટેટ કવોટાની ઓનલાઈન કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયા દિવાળી બાદ જાહેર થાય તેવી શક્યતા છે. દર વર્ષે આમ તો ઓગસ્ટ સુધીમાં મેડિકલની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ જતી હોય છે પરંતુ આ વર્ષે નીટ મોડી થતા અને તેનું પરિણામ પણ વિલંબીત થતા દિવાળી સુધી પ્રવેશ પ્રક્રિયા હજુ સુધી શરૂ થઈ શકી નથી.

- Advertisement -

દિવાળી બાદ પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે તો ડિસેમ્બર અંત સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલશે.જેથી આ વર્ષે મેડિકલ-ડેન્ટલમાં એકેડેમિક કેલેન્ડર ખોરવાશે અને યુનિ.ઓની પરીક્ષાઓ પણ મોડી થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular