Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરદર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રિ-મોન્સુન કામગીરીમાં લોલમલોલ

દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રિ-મોન્સુન કામગીરીમાં લોલમલોલ

નબળી કામગીરીનો વિપક્ષી નેતાનો આક્ષેપ : જયાં સારૂં કામ થશે ત્યાં સન્માન અને નબળા કામનો કચરો જે-તે અધિકારીની ચેમ્બર બહાર ઠલવાશે

- Advertisement -

જામનગર મહાપાલિકાની સોલિડ વેસ્ટ શાખા દ્વારા લાખોના ખર્ચે કરવામાં આવતી પ્રિ-મોન્સુન કામગીરીમાં આ વર્ષે પણ લોલમલોલ ચાલી રહયો હોવાનો આક્ષેપ વિપક્ષી નેતાએ કર્યો છે. કેનાલોની સફાઇમાં ભારે બેદરકારી દાખવવામાં આવતી હોવાનું જણાવ્યું છે. તેમજ જે અધિકારી કે પદાધિકારી 100 ટકા કામગીરી કરાવશે તેનું સન્માન કરવા અને જયાં સફાઇ નહીં થાય ત્યાં વિપક્ષ પોતે સફાઇ કરી કચરો જે-તે પદાધિકારી-અધિકારીની ચેમ્બર બહાર ઠાલવી જવાની ચેતવણી આપવામાં આવી છે.

- Advertisement -

જામ્યુકોના વિપક્ષી નેતા આનંદ રાઠોડે પ્રિ-મોન્સુન કામગીરી અંગે કમિશનરને પાઠવેલાં પત્રમાં જણાવ્યું છે કે, જામનગર શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કેનાલોની સફાઇમાં લોલમલોલ ચલાવવામાં આવી રહ્યું છે. કેનાલોની અપુરતી સફાઇને કારણે દર ચોમાસે શહેરમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ છે. જેને કારણે લાખોના ખર્ચ પછી પણ લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

વિપક્ષી નેતાએ પત્રમાં જણાવ્યું છે કે, જે વિસ્તારમાં કેનાલની સફાઇ સહિતની પ્રિ-મોન્સુન કામગીરી પૂરેપૂરી એટલે કે 100 ટકા અને ઇમાનદારીપૂર્વક કરવામાં આવશે ત્યાં વિપક્ષ દ્વારા જે-તે વિસ્તારના પદાધિકારી અને અધિકારીનું જાહેરમાં સન્માન કરવામાં આવશે. અને જો યોગ્ય કામગીરી નહીં થાય તો વિપક્ષ એટલે કે કોંગ્રેસના કાર્યકરો દ્વારા આ કામગીરી પૂરી કરવામાં આવશે અને કેનાલમાંથી નિકળેલો કચરો જવાબદાર પદાધિકારી અને અધિકારીની ચેમ્બર બહાર ઠાલવવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular