દેશમાં કોરોનાની બીજી લહેર વચ્ચે ધીમે ધીમે કેસો ઘટી રહ્યા છે. પરંતુ મૃત્યુદર હજુ પણ યથાવત છે. ત્યાર એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે કર્ણાટકમાં માત્ર બે મહિના માં જ 0 થી 9 વર્ષના 40,000 બાળકો સંક્રમિત થયા છે. ત્યારે 10 થી 19 વર્ષના 1.5લાખથી વધુ બાળકો કોરોના પોઝીટીવ થયા છે.
કર્ણાટકમાં મોટી સંખ્યામાં બાળકો સંક્રમિત થઇ રહ્યા છે.એક રીપોર્ટ મુજબ 18 માર્ચથી 18 મે આ બે મહિના સુધીમાં 0 થી 9 વર્ષ સુધીના 39846 બાળકો કોરોનાથી સંક્રમિત થયા છે. જયારે 10 થી 19 વર્ષસુધીના 105044 બાળકો કોરોનાથી સંક્રમિત થયા છે. કર્ણાટકમાં આ વર્ષે 18 માર્ચ સુધીમાં 28 બાળકોના મૃત્યુ થયા છે.જયારે 18 માર્ચથી 18 મે સુધીમાં 15 બાળકોના કોરોનાથી મૃત્યુ થયા છે. કર્ણાટકમાં મોટી સંખ્યામાં બાળકો સંક્રમિત થતાં સરકાર પણ મુંજવણમાં મુકાઈ છે. જયારે ગત વર્ષથી માર્ચ 2021 સુધીમાં 27841 બાળકો અને 65551 કિશોર વયના કોરોનાની ચપેટમાં આવ્યા છે.
બાળરોગના વિશેષજ્ઞ શ્રીનિવાસ કાસી કહે છે, “વ્યક્તિને ચેપ લાગ્યો હોવાના બે દિવસમાં જ, પરિવારના બાકીના સભ્યોને પણ ચેપ લાગે છે.” કેટલાક કિસ્સાઓમાં કોવિડ દર્દીઓના પ્રાથમિક સંપર્કમાં બાળકો હોય છે. મતલબ કે બાળકો દર્દીઓ સાથે સીધા સંપર્કમાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં, કુટુંબમાં બાળકોમાં ચેપ લાગ્યો હોય છે.