ડૉ.રેડ્ડી લેબ્સે સિમિત પાયલોટ આધારે કોવિડ વેક્સીન સ્પૂતનિક વીનું સોફ્ટ લોંચિંગ કરવામાં આવ્યું છે અને વેક્સીનનો પહેલો ડોઝ હૈદ્વાબાદમાં આપવામાં આવ્યો છે. સ્પૂતનિક વી વેક્સીનના ઇમ્પોર્ટેડ ડોઝની પ્રથમ ખેપ 1 મેના રોજ ભારત પહોંચી હતી. કંપનીએ જણાવ્યું કે સેંટ્રલ ડ્રગ લેબોરેટરી દ્વારા 13 મે ના રોજ નિયામકીય મંજૂરી આપવામાં આવી હતી.
કંપનીએ જણાવ્યું હતું કે સ્પૂતનિક-વી વેક્સીનના એક ડોઝની કિંમત ભારતમાં 948 રૂપિયા નક્કી કરવામાં આવી છે, તેના પર 5 ટકા જીએસટી ચૂકવવો પડશે. કંપનીએ વધુમાં જનવ્યુ છે કે સ્થાનિક સપ્લાય વધવાથી વેક્સીનનો ભાવ ઘટી શકે છે. આ ઉપરાંત વિનિર્માણ ભાગીદારો દ્વારા સ્થાનિક ઉત્પાદન શરૂ થતાં તેની આપૂર્તિમાં આગામી મહિનાઓમાં વધારો થશે.
ગઈકાલે, નીતી આયોગના સભ્ય વી.કે. પોલે કહ્યું, “મને એ કહેતા આનંદ થાય છે કે અમને આશા છે કે આ રસી આવતા સપ્તાહથી બજારમાં ઉપલબ્ધ થશે.” તેમણે માહિતી આપી છે કે ભારતમાં સ્પુતનિક-વીનું ઉત્પાદન જુલાઈથી શરૂ થવાની સંભાવના છે. તેમણે કહ્યું કે ભરતમાં સ્પુતનિક-વી ના 15.6 કરોડ ડોઝ બનવાની સંભાવનાઓ છે.