ગુજરાતના વડોદરાની યુવતીએ આકાશમાંથી હજારો ફૂટની છલાંગ લગાવીને સૌ કોઈને સ્તબ્ધ કરી દીધા છે. શ્વેતા પરમાર માત્ર 28 વર્ષની ઊંમરે રાજ્યમાંથી પહેલા સિવિલિયન સ્કાયડાઇવર બન્યાં છે. તેમના પહેલા દેશમાં માત્ર ત્રણ જ લાયસન્ય ધરાવતા મહિલા સ્કાઈડાઇવર છે. જે છે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત રેચલ થોમસ, શીતલ મહાજન અને અર્ચના સરદાના.
આકાશમાંથી હજારો ફૂરની ઉંચાઈએથી છલાંગ લગાવીને શ્વેતા પરમાર ગુજરાતની પ્રથમ મહિલા સ્કાયડાઈવર બનીને રેકોર્ડ સર્જ્યો છે. શ્વેતાના જણાવ્યા અનુસાર તે અત્યાર સુધી આકાશમાંથી 15 હજાર ફૂટની ઉંચાઇથે સ્પેનમાં 29, દુબઇમાં 3 તથા રશિયામાં 15 વાર છલાંગ લગાવી ચૂકી છે. તેનું સપનું આકાશમાંથી 200 વાર છલાંગ લગાવવાનું છે. તેનું સપનું સાંજના સમયે આકાશમાંથી તથા મધ્યરાત્રિમાં દુબઇ સિટીના આકાશમાંથી છલાંગ લગાવવાનું છે.
શ્વેતાએ પોતાની આ સફર વર્ષ 2016માં શરૂ કરી હતી. તે હવે 17 હજાર ફૂટની ઉંચાઇ પરથી આકાશમાંથી છલાંગ લગાવવાની ઇચ્છા ધરાવે છે. તેમજ વિશ્વની સૌથી ઉંચી સ્ટેચ્યૂ ઓફ યૂનિટીથી જમ્પ કરવાની ઇચ્છા ધરાવે છે.