કોરોના વાયરસની મહામારીના પરિણામે મહારાષ્ટ્રમાં કર્ફ્યું જેવી સ્થિતિ છે. અહીં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને પરિણામે અનેક ધંધાઓ ઠપ્પ થયા છે. ત્યારે ટીવીના પણ અનેક ધરાવાહીકોનું શુટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે.મેકર્સ આવી પરિસ્થતિમાં ગોવા સહીત એવી જગ્યાકે જ્યાં સંક્રમણ ઓછુ છે તે જગ્યાએ લોકેશન શોધી રહ્યા છે. ત્યારે લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં નું પણ શુટિંગ લોકેશન બદલી શકે છે.
“તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં” શો થી છેલ્લા 1મહિનાથી દુર નટુકાકાનું પાત્ર ભજવતા ધનશ્યામ નાયક એ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ છે કે તેઓ છેલ્લા એક મહિનાથી ઘરે બેઠા છે. તેઓને શુટિંગ પર બોલાવવામાં આવ્યા નથી.છેલ્લે તેઓએ માર્ચ મહિનામાં અમુક એપિસોડ માટે શુટિંગ કર્યું હતું. ત્યાર બાદ તેઓને કોઈ કોલ ન આવતા તેઓ પોતાના ઘરે જ છે. કોરોનાને કારણે શો નું શુટિંગ બંધ છે. અને તેઓને ફરી ક્યારે કામ પર બોલાવવામાં આવશે તે અંગે તેમને કોઈ જાણકારી આપવામાં આવી નથી. તેઓએ જણાવ્યું હતું કે શો નું શુટિંગ લોકેશન બદલવામાં આવે અને તેઓ જલ્દીથી શુટિંગ પર જઈ શકશે તેવી આશા છે.
ધનશ્યામ નાયક ઉપરાંત તારક મહેતાના ઘણા કલાકારો કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે. જો કે હવે તેમની તબિયત સારી છે. અને કોરોનાને મ્હાત આપી છે. આ ઉપરાંત નટુકાકાએ વધુમાં જણાવ્યું છે કે તેની ઉંમરના કારણે તેમનો પરિવાર ચિંતિત છે. અને પરીવારજનોએ બહાર નીકળવાની પણ મનાઈ ફરમાવી છે. પરંતુ તેઓ જલ્દીથી તારક મહેતાના સેટ પર પાછા આવવા માંગે છે.