Monday, March 23, 2026
Homeરાજ્યજામનગરમેડિકલ કોલેજના ત્રીજા વર્ષનો વિદ્યાર્થી બેશુદ્ધ હાલતમાં મળી આવ્યો

મેડિકલ કોલેજના ત્રીજા વર્ષનો વિદ્યાર્થી બેશુદ્ધ હાલતમાં મળી આવ્યો

જામનગર શહેરની એમ. પી. શાહ મેડીકલ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને બેશુદ્ધ હાલતમાં જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મજબ જામનગર શહેરની એમ. પી. શાહ મેડીકલ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં વાપીના વતની પીકેશ સેની નામનો વિદ્યાર્થી આજે સવારે પોણા છ વાગ્યાના અરસામાં બેશુદ્ધ હાલતમાં મળી આવતાં જી. જી. હોસ્પટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે વિદ્યાર્થીના સહપાઠીએ જાણ કરતાં ડીન ડો. નંદનીબેન દેસાઇ સહિતનો સ્ટાફ રૂમ પર પહોંચી ગયો હતો અને ત્યારબાદ વિદ્યાર્થીના પિતા સાથે ડીન દ્વારા વાતચીત કરાતા વિદ્યાર્થીએ ગતરાત્રિના તેના પિતા સાથે પણ વાતચીત કરી હતી અને યુવકની સારવાર પણ ચાલુ હોવાનું પિતાએ જણાવ્યું હતું. જો કે, વિદ્યાર્થી સારવાર હેઠળ હોય કયા કારણોસર બેશુદ્ધ થયો તે વિદ્યાર્થી ભાનમાં આવે ત્યારબાદ જ વિગતો બહાર આવશે. બનાવની જાણ થતાં વિદ્યાર્થીના માતા-પિતા જામનગર આવવા રવાના થયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular