Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરલાખાબાવળમાં ચોરી કરવા તસ્કરો ત્રાટક્યા, વેપારી જાગી જતાં માર મારી લૂંટ

લાખાબાવળમાં ચોરી કરવા તસ્કરો ત્રાટક્યા, વેપારી જાગી જતાં માર મારી લૂંટ

લાખાબાવળના ધાનિશ બંગલોમાં તસ્કર ત્રિપૂટી ત્રાટકી : પ્રૌઢ વેપારી જાગી જતાં હુમલો કરી રોકડ અને દાગીનાની લૂંટ : રૂા. 48000ની માલમત્તા લૂંટી ગયા : પોલીસ દ્વારા તસ્કરોનું પગેરૂં મેળવવા તપાસ

- Advertisement -

જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં આવેલા ધાનિશ બંગલોમાં રહેતા વેપારી પ્રૌઢના ઘરમાં મધ્યરાત્રીના સમયે ત્રણ જેટલા લૂંટારુઓએ પ્રવેશ કરી ચોરીનો પ્રયાસ કરતાં પ્રૌઢ વેપારી જાગી જતાં લૂંટારુઓએ પ્રૌઢ ઉપર હુમલો કરી સોનાનો ચેઇન, રોકડ સહિત અડલા લાખની માલમત્તા લૂંટીને નાશી ગયા હતાં.

- Advertisement -

લૂંટના બનાવની વિગત મુજબ શનિવારની મધ્યરાત્રીના સમયે જામનગર તાલુકાના લાખાબાવળ ગામમાં આવેલા ધાનિશ બંગલો નં. 10માં રહેતાં જયદીપભાઇ મનસુખભાઇ ગોરેચા નામના પ્રૌઢ વેપારી તેના ઘરે નિંદ્રાધિન હતાં તે દરમિયાન 3 વાગ્યાના અરસામાં આશરે 3 જેટલા તસ્કરો ઘરમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોના પ્રવેશથી જયદીપભાઇ જાગી જતાં તસ્કર ત્રિપૂટીએ ચોરી કરવાનો ઇરાદો પાર પારવા પ્રૌઢ ઉપર માથાના ભાગે તથા હાથમાં પથ્થર વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી અને ત્યારબાદ તસ્કરોએ વેપારીએ ગળામાં પહેરેલો રૂા. 15000ની કિંમતનો સોનાનો પેન્ડલવાળો ચેઇન તથા વેપારીએ લેપટોપના થેલામાં રાખેલી રૂા. 25000ની રોકડ રકમ અને ડ્રેસિંગ કબાટમાં રાખેલી રૂા. 8000ની કિંમતની પાંચ ટાઇટન કંપનીની અલગ અલગ ઘડીયાલો મળી કુલ રૂા. 48000ની માલમત્તા લૂંટી ગયા હતાં.

લૂંટના હુમલામાં ઘવાયેલા જયદીપભાઇ નામના પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બનવની જાણ થતાં ઇન્ચાર્જ પીએસઆઇ જે.પી. સોઢા તથા સ્ટાફ હોસ્પિટલ અને ત્યારબાદ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે હુમલાનો ભોગ બનેલા વેપારી પ્રૌઢના નિવેદનના આધારે ત્રણ લૂંટારુઓ વિરુધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular