Sunday, December 22, 2024
Homeરાજ્યસૌરાષ્ટ્ર - કચ્છજામનગર અને કચ્છમાંથી બાઇક ઉઠાંતરી કરતી તસ્કર બેલડી ઝડપાઇ

જામનગર અને કચ્છમાંથી બાઇક ઉઠાંતરી કરતી તસ્કર બેલડી ઝડપાઇ

એલસીબીની ટીમે જોડિયા પંથકમાંથી દબોચી : સાત બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો : રૂા.1,25,000ની સાત બાઈક કબ્જે

- Advertisement -

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામમાંથી એલસીબીની ટીમે જામનગર અને કચ્છ જિલ્લામાંથી બાઈક ચોરી આચરતી ગેંગના બે તસ્કરોને ઝડપી લઇ સાત ચોરાઉ બાઈક કબ્જે કરી વધુ પુછપરછ આરંભી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર અને કચ્છ જિલ્લામાં બાઈક ચોરી આચરતી તસ્કર બેલડી અંગે એલસીબીના સંજયસિંહ વાળા, દિલીપ તલાવડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા અને કાસમ બ્લોચને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઇ આર.કે. કરમટા, એસ.પી. ગોહિલ, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, દિલીપભાઈ તલવાડિયા, હરદીપભાઈ ઘાઘલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા સહિતના સ્ટાફે જોડિયા પંથકમાં વોચ ગોઠવી હતી.

તે દરમિયાન જામનગરમાંથી ચોરી કરેલ જીજે-10-બીએમ-8354 નંબરના બાઈક પર પસાર થતા બે તસ્કરોને એલસીબીની ટીમે દબોચી લઇ કચ્છના ગાંધીધામ તાલુકાના કીડાણા એકતાનગરના કાદર હનીફ ચાવડા અને મીઠાપોર્ટ કંડલાના મનસુર રજાક કકલ નામના બે તસ્કરોને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા બાઈક જામનગર શહેરમાંથી ચોરી કર્યાની કેફિયત આપી હતી. જેના આધારે એલસીબીની ટીમે તસ્કર બેલડીની વધુ પૂછપરછ હાથ ધરતા આ બેલડીએ જામનગર શહેરમાંથી 1 અને ભચાઉ, ગાંધીધામ સીટી બી ડીવીઝન અને આદિપુર જતા ગરપાદર રોડ પર બગીચા પાસેથી 1 પલસર તેમજ ગાંધીધામની શનિવારી બજારમાંથી સપ્લેન્ડર અને અંજાર બગીચા પાસેથી ટીવીએસ અપાચી તેમજ ગાંધીધામની ખાંડ માર્કેટ રોડ પરથી સ્પ્લેન્ડરની ચોરી આચર્યાની કેફીયત આપતા એલસીબીની ટીમે તસ્કર બેલડીએ હડિયાણા ગામની સીમમાં આવેલા તળાવ પાસે બાવળની કાટમાં સંતાડેલી 6 ચોરાઉ બાઈક સહિત કુલ સાત ચોરાઉ બાઈક કબ્જે કરી રૂા.1,25,000 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular