Wednesday, December 25, 2024
Homeરાજ્યહાલારરામપરના વાડી વિસ્તારમાંથી ચોરાઉ માલમતા સાથે આદિવાસી તસ્કર ઝડપાયો

રામપરના વાડી વિસ્તારમાંથી ચોરાઉ માલમતા સાથે આદિવાસી તસ્કર ઝડપાયો

એલસીબીની ટીમે બાતમીના આધારે દબોચ્યો: રૂા.1.75 લાખની માલમતા કબ્જે: ધ્રોલ તથા પંચકોશી બી ડીવીઝનની ચોરીની કબુલાત : અન્ય ત્રણ તસ્કરો સાથે મળી વધુ પાંચ ચોરી આચર્યાની કેફીયત

- Advertisement -

જામનગર જિલ્લાના ધ્રોલ ગામમાં થયેલી ચોરીમાં આદિવાસી ગેંગની સંડોવણી હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમે રામપર ગામના પાટીયા પાસે આવેલા ખેતરમાં મજુરી કામ કરતા તસ્કરને રૂા.1,25,700 ના ચોરાઉ મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા અન્ય ત્રણ તસ્કરો સાથે મળી ધ્રોલ અને પંચકોશી બી ડીવીઝનમાં ચોરી આચર્યાની કેફીયત આપી હતી. ઉપરાંત જામનગર અને ધ્રોલ સહિત સૌરાષ્ટ્રમાં ચાર સ્થળોએ ચોરી આચરી હોવાની કબુલાત આપી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ધ્રોલ ગામમાં સોના-ચાંદીના દાગીના અને રોકડ તથા તેલના ડબ્બાની થયેલી ચોરીમાં સંડોવાયેલા આદિવાસી ખેતમજૂર અંગેની એલસીબીના યશપાલસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા અને ફિરોઝ ખફીને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ આર.એ.કરમટા, એસ.પી. ગોહિલ તથા સ્ટાફના એએસઆઈ માંડણભાઈ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ તથા પોલીસ હેકો નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા તથા પોકો ફીરોજભાઈ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, રાકેશભાઈ ચૌહાણ, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, દયારામ ત્રિવેદી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.

દરમિયાન રામપરના પાટીયા પાસે દિતુભાઇ વસાકવાના ખેતરમાં મજૂરીકામ કરતા વેસતીયા ભીલસીંગ ડામરા નામના શખ્સના ઘરની તલાસી લેતા તેની પાસેથી 24000 ની રોકડ રકમ, સોનાનો ચેઈન 1, સોનાની વીંટી 4, સોનાની કડી જોડી-1, સોનાના દાણા-4 નંગ, સોનાની બંગડી-1 જોડી અને ચાંદીના સાંકળા – 3 જોડી, કંદોરો-1 નંગ,માળા – 4 નંગ, લકકી 1 નંગ તથા રૂા.2000 નો તેલનો ડબ્બો અને 500 ની કિંમતનો મોબાઇલ મળી આવતા એલસીબીની ટીમે કુલ રૂા.1,25,700 નો ચોરાઉ મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા વેસતીયા ભીલસીંગએ ધ્રોલ અને પંચ બી ડીવીઝનના બંધ મકાનના તાળા તોડીને ચોરીને અંજામ આપ્યો હતો તેમજ વેસતીયા ભીલસીંગે નારસીંગ મીનાવા, જીતન જાલિયાભાઈ બાંભણિયા, સાલુભાઈ ભીલ નામના અન્ય ત્રણ તસ્કરો સાથે મળી જામનગરમાં લાલપુર બાયપાસે આવેલ જયોતિપાર્ક સોસાયટીમાંથી રૂા.25 હજારની ચોરી અને ધ્રોલમાં બંધ મકાનમાંથી 15 દિવસ પહેલાં રાત્રિના સમયે સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી રૂા.1,69,500 ની માલમતાની તથા તેજ સોસાયટીમાં બંધ મકાનના તાળા તોડી બાઈકની ચોરી ઉપરાંત ચાર માસ અગાઉ મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસે બંધ મકાનમાંથી દોઢ કિલો ચાંદીના દાગીનાની ચોરી અને વાંકાનેર હાઈવે પર આવેલી સોસાયટીના મકાનમાંથી રૂા.80 હજારની રોકડની ચોરી આચર્યાની કેફીયત આપી હતી. જેના આધારે એલસીબીની ટીમે અન્ય ત્રણ તસ્કરોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular