લાલપુર તાલુકાના હરીપર ગામમાં આવેલા એલ એન્ડ ટી કંપનીના સોલાર પ્લાન્ટની પ્લેટોમાં અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કરી 49 પ્લેટમાં નુકસાન પહોંચાડતા કંપનીને રૂા.5,61,848 રૂપિયાનું નુકસાન થયાની કંપનીના એકાઉન્ટ ઓફિસર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી.
બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકના હરીપર ગામમાં આવેલા એલ એન્ડ ટી લિમિટેડ કંપનીના સોલાર પ્લાન્ટમાં ગત તા.4 ની મધ્યરાત્રિના અરસામાં અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કરી બ્લોક નં. 1 માં આવેલી 11 પ્લેટોમાં તથા બ્લોક નં.3 માં આવેલી 38 પ્લેટોમાં મળી કુલ 49 પ્લેટોમાં નુકસાન થયું હતું. આ બનાવ અંગે કંપનીના એકાઉન્ટ ઓફિસર શાંન્તનુ વિનોદ બિહારી દેય નામના કર્મચારીએ લાલપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જેના આધારે હેકો એન.પી.વસરા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ તપાસ હાથ ધરી રૂા.11,466ની એક એવી 49 સોલાર પ્લેટમાં કુલ રૂા.5,61,848 નું નુકસાન કર્યાની ફરિયાદ નોંધી અજાણ્યા શખ્સોની શોધખોળ આરંભી હતી.